આ બહેને સતત 100 કલાક હુલા હૂપ ફેરવવાનો રેકૉર્ડ બનાવ્યો

26 November, 2019 09:03 AM IST  |  Chicogo

આ બહેને સતત 100 કલાક હુલા હૂપ ફેરવવાનો રેકૉર્ડ બનાવ્યો

હુલા હૂપ ફેરવવાનો રેકૉર્ડ બનાવ્યો આ બહેને

મૂળ ઑસ્ટ્રેલિયાના પર્થની વતની, પરંતુ હાલમાં અમેરિકાના શિકાગો શહેરના વિકર પાર્ક એરિયામાં રહેતી જેની ડોઆન નામની મહિલાએ સતત ૧૦૦ કલાક સુધી હુલા હૂપ ફેરવવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાંનો રેકૉર્ડ ૭૫ કલાક અને ૫૪ મિનિટનો હતો. જેની પૂરી તૈયારી સાથે આ રેકૉર્ડ તોડવા માટે વર્ષોથી મહેનત કરી રહી હતી. ગયા મંગળવારે તેણે એક પબ્લિક મૉલમાં મૅરથૉન હુલા હૂપિંગ શરૂ કર્યું હતું જે શનિવાર સવાર સુધી ચાલ્યું હતું. તેણે પૂરા ૧૦૦ કલાક હુલા હૂપ ફેરવ્યું હતું. જોકે આટલી મહેનત થયા પછી પણ એને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા માન્યતા મળશે કે કેમ એ મોટો સવાલ છે. તે જ્યારે હુલા હૂપ ફેરવી રહી હતી અને ૫૮મો કલાક ચાલી રહ્યો હતો ત્યારે એક વાર તેનાથી હૂપ પડી ગયું હતું. એને કારણે બની શકે કે ગિનેસના નિયમો મુજબ તેને માન્યતા ન મળે.

આ પણ વાંચો : મધ્ય પ્રદેશમાં જન્મ્યું બે માથાં અને ત્રણ હાથવાળું બાળક

જોકે એ પછી તેણે એક વારની આ ભૂલને સરભર કરવા માટે દર કલાકે મળતી પાંચ મિનિટના રેસ્ટની એક છૂટને જતી કરી હતી. હવે તો આખો અટેમ્પ્ટ પૂરો થઈ ગયો છે અને સૌથી વધુ કલાકો હુલા હૂપિંગ કર્યું પણ છે એમ છતાં તેને ઑફિશ્યલી માન્યતા મળશે કે કેમ એ થોડા દિવસમાં ખબર પડી જશે.

chicago offbeat news hatke news