વૅન્ડિંગ મશીનમાં કૉઇન નાખતાં જ ડિલિવર થશે મનગમતી કાર

20 August, 2019 10:08 AM IST  |  કૅલિફૉર્નિયા

વૅન્ડિંગ મશીનમાં કૉઇન નાખતાં જ ડિલિવર થશે મનગમતી કાર

કાર વૅન્ડિંગ મશીન

તમે કૉફી, ચા, સ્નેક્સ કે ઇવન બિયર અને આલ્કોહોલનું પણ વૅન્ડિંગ મશીન જોયું હશે, પણ અમેરિકાના કૅલિફૉર્નિયાના હન્ટિંગટન બીચ પર એક વિશાળકાય વૅન્ડિંગ મશીન ખૂલ્યું છે જે કાર વેચે છે. આઠ માળ જેટલું ઊંચું આ કાચનું પારદર્શક મશીન છે જેમાં લગભગ ૩૦ કારો પાર્ક થઈ શકે છે. કંપનીએ કાર ખરીદવાનો અનુભવ યાદગાર બનાવવા માટે આ નવી યોજના બનાવી છે. આમ તો કસ્ટમરે ગાડી ખરીદવા માટે તો એના શોરૂમમાં જ જવાનું રહેશે. ટેસ્ટ-ડ્રાઇવ પણ ત્યાં જ મળશે અને તમારે પેમેન્ટ પણ શોરૂમ પર જ કરવાનું રહેશે. તમે વેબસાઇટ જોઈને ઑનલાઇન ખરીદી કરી લઈ શકો છો. માત્ર ડિલિવરી માટે આ વેન્ડિંગ મશીન પાસે આવવાનું રહેશે.

આ પણ વાંચો : નદીની રેતીમાં 250 ફુટનું લખાણ કરીને પ્રપોઝ કર્યું

કંપની દ્વારા તમે ખરીદેલી કારના કોડ મુજબનો કૉઇન આપવામાં આવશે. આ બિલ્ડિંગની નીચેના મોટા દરવાજા પાસે એ કૉઇન નાખતાં જ તમે ખરીદેલી કાર લિફ્ટમાં નીચે આવીને આપમેળે દરવાજો ખૂલે ત્યાં તમારા માટે હાજર થઈ જશે.

california offbeat news hatke news