131 રૂપિયાની લૉટરીની ટિકિટમાં 31 કરોડ રૂપિયા જીત્યા

28 August, 2019 09:00 AM IST  |  કૅનેડા

131 રૂપિયાની લૉટરીની ટિકિટમાં 31 કરોડ રૂપિયા જીત્યા

131 રૂપિયાની લૉટરીની ટિકિટમાં 31 કરોડ રૂપિયા જીત્યા

કૅનેડાના હૅલિફૅક્સમાં રહેતી વિક્કી મિશેલે ખરીદેલી એક લૉટરીથી તેની લાઇફ સેટ થઈ ગઈ છે. બે બાળકોની માતા ૪૨ વર્ષની વિક્કી જ્યારે લૉટરી ખરીદવા ગઈ ત્યારે તેના ઑનલાઇન અકાઉન્ટમાં માત્ર ૧૩૧ રૂપિયા જ બચ્યા હતા. પહેલાં તો તેણે ટિકિટ લેવાનું માંડી વાળવાનું નક્કી કરેલું, પણ પછી તેણે વિચાર્યું કે જે છે એટલાથી ટિકિટ ખરીદી લેવા દે. તેની આ ફેરવિચારણાએ તેની આર્થિક મુશ્કેલીઓનો નિવેડો લાવી દીધો, કેમ કે એ ટિકિટ પર તેને ૩૧ કરોડ અને પંચાવન લાખ રૂપિયોનો જૅકપૉટ લાગ્યો. વિક્કીનું કહેવું છે કે ‘હું બહુ સાધારણ ઘરમાં રહી છું અને અકાઉન્ટન્સી કંપનીમાં અસિસ્ટન્ટનું કામ કરું છું, પણ હવે હું નવા ઘરમાં રહેવા જવા ઇચ્છું છું.’

તેને કલ્પના પણ નહોતી કે માત્ર દોઢ પાઉન્ડ એટલે કે ૧૩૧ રૂપિયામાં આવડો મોટો જૅકપૉટ લાગશે, કેમ કે જ્યારે તે ૭૦૦ રૂપિયાની ટિકિટ ખરીદતી હતી ત્યારે તે માંડ ૩૫૦ રૂપિયા જીતતી હતી. છેલ્લે જ્યારે તેના અકાઉન્ટમાં ૧૩૧ રૂપિયા જ બચ્યા ત્યારે તેણે એ ટિકિટ પછી લૉટરી ખરીદવા પર થોડા સમય માટે પૂર્ણવિરામ મૂકવાનું વિચાર્યું હતું.

આ પણ વાંચો : યુવકે ઑર્ડર કર્યો કરિયાણાનો સામાન, પાર્સલમાં નીકળ્યો સાડાપાંચ ફુટનો કોબ્રા

જોકે નાની રકમમાં મોટો ધમાકો મળતાં તે બહુ ખુશ છે. અલબત્ત, આખી રકમ તેને હમણાં જ નથી મળવાની. તેને ૩૦ વર્ષ સુધી દર મહિને ૯ લાખ રૂપિયા મળશે એટલે તે જીવશે ત્યાં સુધી તેને હવે કંઈ જ કરવાની ચિંતા નથી રહી.

canada offbeat news hatke news