Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુવકે ઑર્ડર કર્યો કરિયાણાનો સામાન, પાર્સલમાં નીકળ્યો કોબ્રા

યુવકે ઑર્ડર કર્યો કરિયાણાનો સામાન, પાર્સલમાં નીકળ્યો કોબ્રા

28 August, 2019 08:54 AM IST | ઓડિશા

યુવકે ઑર્ડર કર્યો કરિયાણાનો સામાન, પાર્સલમાં નીકળ્યો કોબ્રા

પાર્સલમાં નીકળ્યો કોબ્રા

પાર્સલમાં નીકળ્યો કોબ્રા


ઓડિશાના મયૂરભંજ ગામમાં એક યુવકે કરિયાણાનો સામાન ઑર્ડર કર્યો હતો. જોકે જ્યારે તેનો સામાન પાર્સલરૂપે તેના ઘરે ડિલિવર થયો ત્યારે એ જોઈને યુવકને ચક્કર આવી ગયાં. પાર્સલ ખોલતાં જ તેને એમાંથી સામાન સાથે વીંટળાયેલો કોબ્રા સાપ જોવા મળ્યો જે લગભગ સાડાપાંચ ફુટ લાંબો હતો. તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી અને અધિકારીઓએ ત્યાં આવીને કોબ્રાને પાર્સલમાંથી બહાર કાઢીને જપ્ત કર્યો હતો. આ પાર્સલ તેના ઘરે ડિલિવર કરવામાં આવ્યું ત્યારે એ સીલબંધ હતું.

આ પણ વાંચો : આ મહિલા લગ્ન કરાવવાના વસૂલે છે 10 કરોડ રૂપિયા !



જોકે એમાં નીચે એક કાણું પડી ગયું હતું. પાર્સલમાંની ચીજો ખાવા માટે એક ઉંદર અંદર ઘૂસ્યો હતો. એ ઉંદરને ખાવા માટે એ જ કાણામાંથી સાપ પણ અંદર ઘૂસ્યો હતો. સાપ જ્યારે પકડાયો ત્યારે એના પેટમાં ઉંદર હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 08:54 AM IST | ઓડિશા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK