દીકરાને મોબાઇલનું વળગણ છોડાવવા પપ્પા એક મહિનો મૉન્ગોલિયા ફરવા લઈ ગયા

07 January, 2020 12:08 PM IST  |  Canada

દીકરાને મોબાઇલનું વળગણ છોડાવવા પપ્પા એક મહિનો મૉન્ગોલિયા ફરવા લઈ ગયા

યુવાવર્ગમાં વધતું જતું મોબાઇલનું વળગણ મા-બાપ માટે ચિંતાનો વિષય છે. દરેક મા-બાપ ઇચ્છે છે કે તેમનાં સંતાનો જિંદગી જુએ અને માણે. માત્ર મોબાઇલમાં ડૂબેલા ન રહે. કૅનેડાના ઍલ્બર્ટામાં રહેતા જેમી ક્લાર્કને લાગ્યું કે નાની વયમાં દીકરાને મોંઘો ફોન અપાવી દેતાં તેમનો પુત્ર સાથેનો સંપર્ક ઓછો થઈ રહ્યો છે. જોકે આ વ્યથામાંથી બહાર આવવા પિતાએ તેના પુત્રનું મોબાઇલનું વળગણ છોડાવવા માટે અનોખો રસ્તો અમલમાં મૂક્યો હતો. જેમી તેના પુત્ર ખોબેને મૉન્ગોલિયા એક મહિનાની લાંબી ટ્રિપ પર લઈ ગયો.

આ પણ વાંચો : સેલ્ફી લેવા જતાં વાંદરો ચશ્માં તફડાવી ગયો

શરૂઆતમાં થોડી આનાકાની બાદ ખોબે મૉન્ગોલિયા જવા તૈયાર થયો. હવે ખોબે કહે છે કે ટેક્નૉલૉજી પ્રત્યેનો તેનો અભિગમ બદલાઈ ગયો છે. હવે તે મોબાઇલમાં ડૂબી રહેવાને બદલે સમજદારીપૂર્વક એનો ખપ પૂરતો જ ઉપયોગ કરે છે. ખોબેએ કહ્યું હતું કે જ્યારે જૂથમાં પ્રવાસ પર નીકળો ત્યારે બધા પોતપોતાના મોબાઇલમાં ડૂબેલા હોય છે, જે ઘણું ખોટું છે. હવે મારો મોબાઇલના ઉપયોગ માટેનો અભિગમ બદલાયો છે. હું માનું છું કે સાથે રહીને કોઈને ગણતરીમાં ન લેવા એ ઘણું અપમાનજનક વર્તન છે.

canada offbeat news hatke news