સેલ્ફી લેવા જતાં વાંદરો ચશ્માં તફડાવી ગયો

Published: Jan 07, 2020, 12:01 IST | Indonesia

ઇન્ડોનેશિયાના બાલીમાં કોનોર કોમેન સાર્જન્ટ નામના ૨૪ વર્ષના એક પર્યટક સાથે થયેલી રમૂજી ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે.

પર્યટક
પર્યટક

ઇન્ડોનેશિયાના બાલીમાં કોનોર કોમેન સાર્જન્ટ નામના ૨૪ વર્ષના એક પર્યટક સાથે થયેલી રમૂજી ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. કોનોરના મિત્રે લીધેલા આ વિડિયોમાં ડઝનેક પ્રવાસીઓ પસાર થતા હોય છે એ વખતે બે વાંદરા બિલ્ડિંગની છત પર ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. 

monkey

ગૉગલ્સ પહેરેલો કોનોર ધીમા પગલે પાછળ જઈને એ વાંદરા સાથે સેલ્ફી લેવા પીઠ ફેરવે છે, પણ તેને કંઈ સમજાય એ પહેલાં તો પલક વારમાં એ વાનર તેનાં ગૉગલ્સ લઈને નાસી ગયો અને છત પર દૂર જતો રહ્યો. મન્કી તેનાં ગૉગલ્સ સાથે શું કરે છે એ જોવા કોનોર પાછળ વળે છે ત્યાં સુધીમાં તો વાનર ચશ્માં આંખો પર ચડાવીને તેને જોતો હોય છે. જોકે છેવટે તે વાનર પાસેથી પોતાનાં ચશ્માં પાછાં મેળવવામાં સફળ રહ્યો હતો. કોનોરે તેના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર આ વિડિયો અપલોડ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK