હાથનો ઉપયોગ કર્યા વિના આ બહેનની જેમ સીધો ખડક ચડી શકો?

02 May, 2019 08:25 AM IST  |  કૅલિફૉર્નિયા

હાથનો ઉપયોગ કર્યા વિના આ બહેનની જેમ સીધો ખડક ચડી શકો?

હાનો ઉપયોગ કર્યા વિના આ બહેન ખડક ચઢી ગઈ

અમેરિકાના લગુના નિગુએલ ટાઉનમાં રહેતી ખડકો ખૂંદવાની શોખીન ઇરેના ઇલિક નામની ૨૬ વર્ષની યુવતીએ તાજેતરમાં જરા અલગ રીતે ખડક ચડવાનો પ્રયોગ કર્યો હતો. સામાન્ય રીતે ઢોળાવ વિનાના સીધા ખડક પર ચડવું હોય તો હાથ અને પગ બન્નેની જરૂર પડે. રૉક-ક્લાઇમ્બિંગની શોખીન ઇરેનાએ માત્ર પગની મદદથી એક સ્ટીપ ખડક ચડવાની કોશિશ કરી હતી અને એમાં તે કામિયાબ પણ રહી.

આ પણ વાંચો : પોતાના લગ્નમાં દુલ્હનને છોડીને પબ્જી રમવામાં વ્યસ્ત દુલ્હો

ઉપર ચડવાનું હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ બૉડીનું બૅલૅન્સ જાળવવા માટે હાથ-પગ બન્ને ખડક પર હોય એ જરૂરી મનાય છે, પરંતુ ઇરેનાએ એક નાનકડા ખડક પર હાથનો જરાય ઉપયોગ કર્યા વિના માત્ર ખડકના ખાંચાઓમાં પગ ભરાવીને બૉડી સંતુલિત કર્યું હતું અને પથ્થરને હાથ લગાવ્યા વિના એના પર ચડી ગઈ હતી. આવું કારનામું કર્યા પછી તેણે બીજા દોસ્તોને આવું કરવાની ચૅલેન્જ આપી છે.

offbeat news california hatke news