પોતાના લગ્નમાં દુલ્હનને છોડીને પબ્જી રમવામાં વ્યસ્ત દુલ્હો

મુંબઈ | May 01, 2019, 12:07 IST

લગ્નમાં દુલ્હો દુલ્હનને છોડીને પબ્જી રમતો રહ્યો, મહેમાને ગિફ્ટ આપી તો એનેય બાજુએ મૂકી દીધી

પોતાના લગ્નમાં દુલ્હનને છોડીને પબ્જી રમવામાં વ્યસ્ત દુલ્હો
પબ્જી રમતો દુલ્હો

પબ્જી ગેમનું વ્યસન વધતું જ રહ્યું છે અને ગેમમાં ખૂંપી ગયેલા યુવાનો કંઈ પણ અગડંબગડં હરકતો કરીને હેલ્થ અને જીવ જોખમમાં મૂકી રહ્યાના કિસ્સા પણ સાંભળવા મળ્યા છે. એક બાળકે પબ્જી રમવા માટે પપ્પાના ૫૦,૦૦૦ રૂપિયા ચોરી લીધા હતા. તાજેતરમાં એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં લગ્નના દિવસે પણ દુલ્હો પબ્જી રમ્યા વિના નથી રહી શક્યો.

pubg_groom

દુલ્હો-દુલ્હન બન્ને સ્ટેજ પર બેઠાં છે. દુલ્હો નીચું મોઢું ઘાલીને પબ્જી રમવામાં વ્યસ્ત હતો અને દુલ્હન થોડી વાર દુલ્હા સામે તો થોડી વાર આવેલા મહેમાનો સામે ઓશિયાળી નજરે જોઈ રહી છે. દુલ્હો એટલો બિઝી છે કે આવનાર મહેમાને તેના હાથમાં ગિફ્ટ મૂકી તો એનાથી પણ તે ઇરિટેટ થઈ ગયો. તેણે મોબાઇલ પરથી આંગળીઓ હટાવ્યા વિના જ ગિફ્ટને સાઇડમાં રાખી દીધી. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના ક્યાંની અને ક્યારની છે એની ખબર નથી પડી.

પૅરૅશૂટની મદદથી ૧૦૦ પ્લેયર્સને એક આઇલૅન્ડ પર ઉતારવામાં આવે છે, જ્યાં પ્લેયરે બંદૂક શોધીને દુશ્મનને મારવાનો હોય છે. છેલ્લે જે બચે છે એ વિનર કહેવાય છે. ૪ લોકો ગ્રુપ બનાવીને પણ આ ગેમ રમી શકે છે જે છેક સુધી પહોંચે છે એ બધા જ વિનર કહેવાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK