280 કિમી પ્રતિ કલાકની ઝડપે સાઇકલ ચલાવીને 24 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

21 August, 2019 10:03 AM IST  |  ઇંગ્લૅન્ડ

280 કિમી પ્રતિ કલાકની ઝડપે સાઇકલ ચલાવીને 24 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

280 કિમી પ્રતિ કલાકની ઝડપે સાઇકલ ચલાવીને 24 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

ઇંગ્લૅન્ડના ૪૫ વર્ષના સાઇક્લિસ્ટ નીલ કૅમ્પબેલે ૨૪ વર્ષ પહેલાં ડચ સાઇક્લિસ્ટે બનાવેલો રેકૉર્ડ તાજેતરમાં તોડ્યો હતો. આ માટે નીલે ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાઇકલ ચલાવી હતી. આ રેકૉર્ડ બનાવવા માટે નીલ કૅમ્પબેલે રનવે પર પૉર્શે કારની સાથે રેસ લગાવી હતી. આ રેસ નૉર્થ યૉર્કશરથી એલવિંગ્ટન ઍરફીલ્ડ સુધી ચાલી હતી. રેસ દરમ્યાન નીલે સાઇકલ પર પૉર્શેની સ્પીડની બરાબરી કરી હતી. અલબત્ત, આ રેસમાં ઉપયોગમાં લેવામાં આવેલી કારને ખાસ સ્પીડમાં દોડવા માટે તૈયાર કરવામાં આવી હતી. આ કસ્ટમમેડ સાઇકલની કિંમત છે ૧૩ લાખ રૂપિયા.

આ પણ વાંચો : 103 વર્ષે સ્કાયડાઇવિંગ કરનારાં વિશ્વનાં સૌથી ઓલ્ડેસ્ટ દાદીને મળો

વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માટે નીલ કૅમ્પબેલ ઘણા મહિનાઓથી પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. ૧૯૯૫માં નેધરલૅન્ડ્સના સાઇક્લિસ્ટે ૨૬૮.૭૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાઇકલ ચલાવી હતી જે રેકૉર્ડ હજી સુધી કોઈ તોડી શક્યું નહોતું. નીલે ૨૮૦ કિલોમીટરની ઝડપ સાથે લગભગ અઢી દાયકા જૂનો વિક્રમ પોતાના નામે કર્યો હતો. 

england offbeat news hatke news