પાયલટ ન બની શકાયું તો નૅનો કારને જ હેલિકૉપ્ટર બનાવી દીધી

08 August, 2019 09:34 AM IST  |  બિહાર

પાયલટ ન બની શકાયું તો નૅનો કારને જ હેલિકૉપ્ટર બનાવી દીધી

નૅનો કારને હેલિકૉપ્ટર બનાવી દીધી

બિહારના છપરા ગામમાં રહેતો મિથિલેશ પ્રસાદ નાનપણથી જ પાયલટ બનવાના સપનાં જોતો હતો. સંજોગોવશાત તે પાયલટ તો ન બની શક્યો, પણ તેણે પોતાના એ સપનાંને એમ જ ઢબૂરાવા ન દીધું. તેણે પોતાની તાતા નૅનો કારની કાયાપલટ કરીને એને હેલિકૉપ્ટર જેવી બનાવી દીધી છે. એ માટે તેણે કારની ઉપર પાંખિયા લગાવ્યા છે અને આગળ-પાછળના લુકને પણ હેલિકૉપ્ટર જેવો બનાવ્યો છે. આગળથી ચાંચ નીકળતી હોય એવો ભાગ પણ છે અને પાછળ હેલિકૉપ્ટરની પૂંછડી જેવા પાંખિયા પણ છે. માત્ર બહારથી જ કારની સિકલ નથી બદલવામાં આવી, પણ અંદરથી પણ ઇન્ટીરિયર ચેન્જ કર્યું છે. કારની અંદર એવાં બટન્સ લગાવેલા છે જેવા હેલિકૉપ્ટરમાં હોય.

આ પણ વાંચો : રોમૅન્ટિક કિસમાં યુગલ એવું ખોવાઈ ગયું કે 50 ફુટ ઊંચા બ્રિજ પરથી પડીને મોતને ભેટ્યું

ગાડી પણ બટન દબાવવાથી ચાલુ થાય અને ચાલુ થતાં જ માથે પાંખિયાં ફરવા લાગે છે. અલબત્ત, આટલીબધી મહેનત પછી પણ આ કાર હેલિકૉપ્ટરની જેમ ઊડી નથી શકતી, પણ રોડ પર ચાલતી કારમાં પણ મિથિલેશને હેલિકૉપ્ટર જેવી મજા આવે છે અને લોકોને આવી અનોખી કાર જોઈને મજા પડે છે.

bihar offbeat news hatke news