રોમૅન્ટિક કિસમાં યુગલ એવું ખોવાઈ ગયું કે 50 ફુટ ઊંચા બ્રિજ પરથી પડીને મોતને ભેટ્યું

Published: Aug 08, 2019, 09:28 IST | પેરુ

યુગલોને ગમે ત્યાં રોમૅન્સ અને ઇન્ટિમસીમાં ગળાડૂબ થઈ જાય છે કે તેમને આસપાસમાં બની રહેલી ઘટનાઓનું પણ ભાન નથી રહેતું.

રોમૅન્ટિક કિસમાં યુગલ એવું ખોવાઈ ગયું કે 50 ફુટ ઊંચા બ્રિજ પરથી પડીને મોતને ભેટ્યું
રોમૅન્ટિક કિસમાં યુગલ એવું ખોવાઈ ગયું કે 50 ફુટ ઊંચા બ્રિજ પરથી પડીને મોતને ભેટ્યું

યુગલોને ગમે ત્યાં રોમૅન્સ અને ઇન્ટિમસીમાં ગળાડૂબ થઈ જાય છે કે તેમને આસપાસમાં બની રહેલી ઘટનાઓનું પણ ભાન નથી રહેતું. ઘણી વાર દરિયાની ભરતી યુગલોને તાણી જાય છે તો ઘણી વાર પહાડની ટોચ પર સંતુલન જવાને કારણે યુગલો નીચે પડી જાય છે. જોકે પેરુમાં એક શૉકિંગ ઘટનામાં એક યંગ કપલ બ્રિજની રેલિંગ પાસે ઊભું હતું અને હાદસનો શિકાર બન્યું. મેબેથ એસ્પિનોઝ અને હેક્ટર વિડાલ નામનું યુગલ નાઇટક્લબમાં મોડી રાત સુધી પાર્ટી કરીને બહાર ફરવા નીકળ્યું. હજી તો પરોઢિયું થઈ રહ્યું હતું અને એ વખતે બન્ને એક બ્રિજ પાસે રોકાયા. વાતો કરતાં-કરતાં મેબેથ બ્રિજની રેલિંગ પર બેસી ગઈ અને હેક્ટર તેની ચિપકીને ઊભો હતો.

આ પણ વાંચો : કોઈ કામ કર્યા વગર જ આ યુવકને મળશે 8 લાખ, 30 વર્ષ માટે લાગી લોટરી

બન્ને પૅશનેટ કિસમાં ખોવાઈ ગયા અને એ જ વખતે મેબેથ રેલિંગ પરથી બૅલેન્સ ગુમાવીને પાછળની તરફ પડી. હેક્ટરને કંઈ સમજાયું નહીં તેણે મેબેથને પકડી રાખી, પણ કિસની પકડ ઢીલી ન કરી અને બન્ને એ જ પોઝિશનમાં ૫૦ ફુટ ઊંચા બ્રિજ પરથી નીચે પડ્યાં. એ પછી ભાન આવતાં રેલિંગ પકડવાની તેમણે કોશિશ કરી, પણ વ્યર્થ ગઈ. નીચે પટકાતાં મેબેથ ત્યાં જ મૃત્યુ પામી અને હેક્ટરને માથામાં અતિગંભીર ઇજા અને ફ્રૅક્ચર્સ થયાં હતાં. જે થોડાક સમય બાદ મૃત્યુ પામ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK