હદ છે! ડાબો હાથ ભાંગ્યો અને ડૉક્ટરે જમણા હાથે પ્લાસ્ટર કરી નાખ્યું

27 June, 2019 09:07 AM IST  |  બિહાર

હદ છે! ડાબો હાથ ભાંગ્યો અને ડૉક્ટરે જમણા હાથે પ્લાસ્ટર કરી નાખ્યું

ડાબો હાથ ભાંગ્યો અને ડૉક્ટરે જમણા હાથે પ્લાસ્ટર કરી નાખ્યું

બિહારના દરભંગામાં આંબા પર ચડીને મસ્તી કરી રહેલો સાત વર્ષનો ફૈજાન નામનો છોકરો પડી ગયો. ઊંચેથી પડતાં તેના ડાબા હાથનું હાડકું ભાંગી ગયેલું. તેના પિતા સ્થાનિક સરકારી હૉસ્પિટલે સારવાર માટે લઈ ગયા. ડૉક્ટરોએ દરદીની તપાસ કરીને ભાંગેલા હાડકાને જોડવા પ્લાસ્ટર કરવું પડશે એમ કહ્યું. જોકે એ પછી જ્યારે ખરેખર પ્લાસ્ટર કરવાનો વારો આવ્યો ત્યારે ડૉક્ટર જમણા હાથે પ્લાસ્ટર કરવા લાગ્યા. ફૈજાન કહેતો રહ્યો કે ડૉક્ટરસાહેબ, મને આ હાથે નહીં, ડાબા હાથે વાગ્યું છે; પણ ડૉક્ટરોએ તેની એક વાત સાંભળી નહીં. જમણા હાથે પ્લાસ્ટર કરીને તેને ઘરે મોકલી દેવામાં આવ્યો. આવા રેઢિયાળ ખાતા માટે ફૈજાનની માએ હૉસ્પિટલમાં ફરિયાદ કરી અને કહ્યું કે હાડકું ભાંગવાને કારણે દીકરાની થતી પીડા શમાવવા માટે એક ગોળી પણ તેને આપવામાં આવી નહોતી. 

આ પણ વાંચો : ટીવી સીરિઝના ફૅને આખી સ્ટાર-કાસ્ટના ચહેરા ટૅટૂ રૂપે પીઠ પર ચિતરાવી દીધા

અત્યારે તો આખો મામલો રાજ્યના સ્વાસ્થ્ય ખાતામાં જઈ પહોંચ્યો છે અને હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને આ ઘટના વિશે તપાસ કરીને સ્પષ્ટતા કરવાનો અને તાત્કાલિક પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.

bihar offbeat news hatke news