ટીવી સીરિઝના ફૅને આખી સ્ટાર-કાસ્ટના ચહેરા ટૅટૂ રૂપે પીઠ પર ચિતરાવી દીધા

Published: Jun 27, 2019, 08:52 IST | ઇંગ્લૅન્ડ

તમને ‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં...’ સિરિયલ બહુ ગમતી હોય તોપણ શું તમે જેઠાલાલ કે દયાભાભીના ચહેરા તમારા શરીરે ચિતરાવો?

ટૅટૂ
ટૅટૂ

તમને ‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્માં...’ સિરિયલ બહુ ગમતી હોય તોપણ શું તમે જેઠાલાલ કે દયાભાભીના ચહેરા તમારા શરીરે ચિતરાવો? તમે ભલે ના પાડો, પણ આવું જ કંઈક ઇંગ્લૅન્ડના એસેક્સમાં રહેતા ડીન પાઇન નામના ૩૧ વર્ષના ભાઈએ કર્યું છે. ડીનભાઈ ઇંગ્લિશ ચૅનલ પર આવતી ‘ઓન્લી ફૂલ્સ ઍન્ડ હોર્સીઝ’ નામની કૉમેડી સિરિયલના જબરા ફૅન છે. રોજ આ કૉમેડી સિરિયલ જોવાનું મન થાય એ સમજી શકાય, પણ ભાઈસાહેબે આ શોનાં ફેમસ કૅરેક્ટર્સનાં ટૅટૂ પીઠ પર ચિતરાવી લીધાં છે.

અલબત્ત, આ કામ એકસાથે નથી કરી નાખ્યું. ડીને પહેલાં બે મુખ્ય પાત્રોના હૂબહૂ ચહેરા ચિતરાવ્યા અને એ માટે આઠ કલાક લાગ્યા. એ પછી બીજા બે અને પછી વધુ એક. છેલ્લે તાજેતરમાં તેણે આ સિરિયલમાં આવતી ફેમસ કારનું ટૅટૂ પણ આ સ્ટાર-કાસ્ટમાં ઉમેરી દીધું છે.

આ પણ વાંચો : પહેલાં રીંછે માણસને અધમૂઓ કર્યો અને પછી ખાવા માટે સાચવી રાખ્યો

આ દિવાનગી માટે ભાઈસાહેબે કુલ ૪૮ કલાક ટૅટૂ પાર્લરમાં સોયની પીડા સહન કરી છે અને ૩૦૦૦ પાઉન્ડ એટલે કે ૨.૬૩ લાખ રૂપિયાનું આંધણ કર્યું એ જુદું. જોકે ડીનનું કહેવું છે કે હજી તે અટક્યો નથી. તેની પીઠ પર ઘણી જગ્યા બાકી છે. કદાચ થોડાક સમય પછી તે બીજાં પાત્રો પણ પીઠ પર ચિતરાવશે. જોકે સવાલ એ છે કે તેની ગમતી સ્ટાર-કાસ્ટ પીઠ પર છે એટલે તે રોજ જોઈ શકવાનો તો નથી તો પછી આટલીબધી પીડા શા માટે સહન કરતા હશે?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK