જપાનના આ શહેરની ગટરમાં સુંદર રંગબેરંગી માછલીઓ તરે છે

22 November, 2019 10:30 AM IST  |  Japan

જપાનના આ શહેરની ગટરમાં સુંદર રંગબેરંગી માછલીઓ તરે છે

ગટરમાં સુંદર રંગબેરંગી માછલીઓ તરે છે

શું કોઈ ગટરમાં સુંદર રંગબેરંગી માછલીઓ તરતી હોય એ દૃશ્યની તમે કલ્પના કરી શકો? નહીંને, પણ જપાનના ક્યુશુ દ્વીપ પર શિમાબારા નામના શહેરની ગટરમાં કોઈ જાતિની માછલીઓ વસે છે એને એ વાત સાચી છે. 

૧૯૭૨માં શિમાબારા પર ધરતીકંપ અને સુનામી આવી હતી અને લગભગ ૧૫,૦૦૦ માણસો માર્યા ગયા હતા. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ વિપદા બાદ શહેરમાં ડઝનેક ઝરણાં વહેવા માંડશે જે શહેરને વિશ્વના પ્રવાસસ્થળની યાદીમાં સામેલ કરી દેશે તથા શહેરને ‘સિટી ઑફ વૉટર’નું હુલામણું નામ મળશે. શિમાબારામાં લગભગ ૬૦ જેટલાં ઝરણાં છે, જેમાંનાં કેટલાંક તો રસ્તાની કિનારે ગટરરૂપે વહી રહ્યાં છે. જોકે આ પાણી એટલું ચોખ્ખું છે કે શહેરના અધિકારીઓએ એમાં કોઈ માછલી મૂકવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો : અહીંના બાળકો મસ્તી-મસ્તીમાં સાપ સાથે રસ્સી કૂદ રમે છે

૧૯૭૮માં શિમાબારાની સ્વચ્છ પાણીની ગટરમાં કોઈ માછલી મૂકવાનો નિર્ણય લેવાયો અને ટૂંક સમયમાં શિમાબારા શહેર ટૂરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું. આજે શહેરની ગટરમાં હજારો કોઈ માછલીઓ તરી રહી છે અને પ્રશાસનની માછલીઓને ખોરાક ન આપવાની સૂચના છતાં લોકો પોતાની જાતને રોકી શકતા નથી.

japan offbeat news hatke news