Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અહીંના બાળકો મસ્તી-મસ્તીમાં સાપ સાથે રસ્સી કૂદ રમે છે

અહીંના બાળકો મસ્તી-મસ્તીમાં સાપ સાથે રસ્સી કૂદ રમે છે

22 November, 2019 10:06 AM IST | Vietnam

અહીંના બાળકો મસ્તી-મસ્તીમાં સાપ સાથે રસ્સી કૂદ રમે છે

રસ્સી કૂદ રમતા બાળકો

રસ્સી કૂદ રમતા બાળકો


વિયેટનામનો એક વિડિયો હાલમાં વાઇરલ થયો છે જેમાં બાળકો મરેલા સાપને પકડીને એની રસ્સી બનાવીને રસ્સીકૂદ રમી રહ્યા છે. એક મહિલાએ આ ઘટનાનું રેકૉર્ડિંગ કર્યું છે. વિયેટનામમાં ઘરોમાં સાપ આવી ચડવા એ બહુ સામાન્ય ઘટના છે. અહીં બાળકો પણ સાપથી ડરતા હોય એવું જણાતું નથી. નાના સાપ અને અજગર પણ અહીં અનેક વાર રસ્તે ફરતા મળી જઈ શકે છે. એવામાં અહીંના બાળકોના એક વિડિયોએ ચકચાર જગાવી છે. ૨૭ સેકન્ડના વિડિયોમાં બાળકોએ સાપને બે છેડેથી પકડ્યો છે.

આ પણ વાંચો : 1843માં બનેલું દુનિયાનું સૌથી પહેલું ક્રિસમસ-કાર્ડ લંડનના મ્યુઝિયમમાં મુકાયું



કેટલાક બાળકો એને ગોળ-ગોળ ફેરવે છે અને બીજા બાળકો એ રસ્સી હોય એમ કૂદી રહ્યા છે. ટ્‌વિટર પર હવે પ્રાણીપ્રેમીઓએ હોબાળો મચાવ્યો છે અને આ સાપ કોણે માર્યો અને ક્યારે માર્યો એની તપાસ કરવી જોઈએ એવી ડિમાન્ડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 10:06 AM IST | Vietnam

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK