કલાકારે 440 જોડી સૅન્ડલથી ઘરને સજાવ્યું

11 October, 2019 10:40 AM IST  |  ઇસ્તનબુલ

કલાકારે 440 જોડી સૅન્ડલથી ઘરને સજાવ્યું

440 જોડી સૅન્ડલથી સજાવ્યું ઘર

ઇસ્તનબુલમાં એક ટર્કી કલાકારે મેઇન રોડ પરની એક બિલ્ડિંગની બહાર જૂતાં ગોઠવીને અનોખી સજાવટ કરી છે. પહેલી નજરે જોતાં આવું કેમ કરવામાં આવ્યું છે એ સમજાય એમ નથી, પરંતુ એની પાછળ ખૂબ ઊંડો વિચાર છે. જૂતાંની ૪૪૦ જોડીઓ એમાં વાપરવામાં આવી છે અને એ તમામ લેડીઝ સૅન્ડલ્સ છે. કળાનો આ નમૂનો એવી સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે તૈયાર કરાયો છે જે ઘરેલુ હિંસાનો ભોગ બનીને મૃત્યુ પામી છે. ૨૦૧૮ના વર્ષે ઇસ્તનબુલમાં ૪૪૦ મહિલાઓએ ઘરેલુ હિંસા અથવા તો જાતીય હિંસાને કારણે જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો : 1000 ફુટ ઊંચે યોગાસન કર્યા આ જર્મન જાંબાઝે

ટર્કી કલાકાર વાહિત ટૂનાએ આ મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધને ગંભીરતાથી લેવામાં આવે એ માટે ખૂબ સાઇલન્ટલી આ અનોખું કળા પ્રદર્શન કર્યું છે. ટર્કીની પરંપરા મુજબ મૃત વ્ય‌્કિતની યાદમાં ઘરના દરવાજે તેના જૂતાં લગાવવામાં આવેે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને કલાકારે એક જ બિલ્ડિંગ પર સેંકડો સૅન્ડલ્સ લગાવીને બધી સ્ત્રીઓને સામટી શ્રદ્ધાંજલિ આપી હતી.

istanbul offbeat news hatke news