આ એક સિટી ટ્રી 275 વૃક્ષો જેટલો ઑક્સિજન આપે છે

07 January, 2020 12:13 PM IST  |  London

આ એક સિટી ટ્રી 275 વૃક્ષો જેટલો ઑક્સિજન આપે છે

સિટી ટ્રી

શહેરોમાં પૉલ્યુશનને નાથવા માટે સ્મૉગ ટાવર્સ લગાવવામાં આવી રહ્યા છે, પણ એની અસરકારકતા જોઈએ એવી નથી. એને કારણે લંડન અને બર્લિનમાં મૉસ એટલે કે શેવાળની દીવાલવાળું સિટી ટ્રી મૂકવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે શહેરમાં ઓછા ખર્ચે ઠેર-ઠેર લગાવી શકાય એમ છે. એનું રિઝલ્ટ પણ સારું છે અને એક સિટી ટ્રીથી લગભગ ૨૭૫ વૃક્ષ જેટલું પ્રદૂષણ શોષાઈ શકે છે એવો દાવો થઈ રહ્યો છે. ‌આ ટ્રી પાર્ટિક્યુલેટ મૅટર, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઑક્સાઇડને શોષીને ઑક્સિજન પેદા કરે છે.

આ પણ વાંચો : દીકરાને મોબાઇલનું વળગણ છોડાવવા પપ્પા તેને એક મહિનો મૉન્ગોલિયા ફરવા લઈ ગયા

હાલમાં આવું સિટી ટ્રી લંડનમાં બે જગ્યાએ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું છે. એક સિટી ટ્રી રોજનું ૨૫૦ ગ્રામ જેટલું પાર્ટિક્યુલેટ મૅટર શોષે છે અને વર્ષે ૨૪૦ મૅટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી દૂર કરે છે.

london offbeat news hatke news