અમેરિકન ગોવાળિયોઃ સેક્સોફોન વગાડીને કરે છે ગાયોને મંત્રમુગ્ધ

03 July, 2019 08:38 AM IST  |  અમેરિકા

અમેરિકન ગોવાળિયોઃ સેક્સોફોન વગાડીને કરે છે ગાયોને મંત્રમુગ્ધ

ગોવાળિયો સેક્સોફોન વગાડીને કરે છે ગાયોને મંત્રમુગ્ધ

ગાયોને સુમધુર સંગીત બહુ ગમતું હોય છે. કાનુડાની વાંસળી સાંભળીને ગાયોનું ધણ એ સૂરની પાછળ ખેંચાઈ આવતું હતું એમ અમેરિકાના ઑરેગોનમાં રહેતા ૫૩ વર્ષના રિક હર્મન નામના ભાઈ જ્યારે સેક્સોફોન પર સૂર છેડે છે ત્યારે ગાયો તેમની પાસે ખેંચાઈ આવે છે. આ ઘટનાનો વિડિયો રિકની બાવીસ વર્ષની દીકરી એરિને ટ્‍વિટર પર શૅર કર્યો છે.

રિક અંગ્રેજી ગીતોની મધુર ધૂનો તલ્લીન થઈને સેક્સોફોન પર વગાડતા હોય છે ત્યારે જ દૂરથી એક પછી એક ગાય તેમની નજીક છેક ફૅન્સ સુધી આવી પહોંચે છે. આ વિડિયો હજી તો મંગળવારે સોશ્યલ મીડિયામાં આવ્યો અને અત્યાર સુધીમાં ૧૧‌ મિલ્યનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : આ ગાય ફૂટબોલ રમે છે, માનતા ના હો તો આ વીડિયો જોઈ લો

નવાઈની વાત એ છે કે રિક આ વાદ્ય વગાડવામાં બહુ કુશળ હોય એવું નથી. તે માત્ર શોખ ખાતર આ વાદ્ય શીખ્યો છે અને ક્યારેક પબ્લિકમાં પર્ફોર્મન્સ આપવાની તૈયારી કરી રહ્યો છે. જોકે એ પહેલાં તેને થયું કે પોતાના સંગીતને કુદરત કેવી રીતે રીઍક્ટ કરે છે એ પણ જોવું જોઈએ. આ વિડિયો જોઈને રિકનું કહેવું છે કે આ મારું પહેલું ઑડિશન હતું. જોકે એ પછી રિક જ્યારે પણ ખુલ્લામાં સેક્સોફોન વગાડવા બેસી જાય છે ત્યારે ગાયો આપમેળે સૂર સાંભળીને ખેંચાઈ આવે છે.

offbeat news hatke news