બીજા માળથી બે વર્ષની બાળકી પડી પણ ટીનેજરે હાથમાં ઝીલી લેતાં બચી ગઈ

28 June, 2019 11:02 AM IST  |  ટર્કી

બીજા માળથી બે વર્ષની બાળકી પડી પણ ટીનેજરે હાથમાં ઝીલી લેતાં બચી ગઈ

ટર્કીમાં બનેલી એક ઘટનાનું સીસીટીવી કૅમેરા ફુટેજ જોતાં જ રૂંવાડાં ઊભાં થઈ જાય એમ છે. ઘટના ગયા ગુરુવારે બની હતી. દોહા મોહમ્મદ નામની બે વર્ષની છોકરી બીજા માળે આવેલા ઘરની બારીમાં બેસીને રમતી હતી અને ત્યાંથી અચાનક નીચે પડી હતી. તેની મમ્મી એ વખતે કિચનમાં વ્યસ્ત હતી એટલે દીકરી પડી એની તેને ખબર સુધ્ધાં ન પડી. જોકે એ જ વખતે રસ્તા પર ૧૭ વર્ષનો એક અલ્જીરિયન ટીનેજર જતો હતો જેણે ઉપરથી પડતી બાળકીને લિટરલી હાથમાં ઝીલી લીધી હતી.

આ પણ વાંચો : બોલો, પેરન્ટ્સે દીકરાનું નામ પાડ્યું ગૂગલ

નવાઈની વાત એ છે કે બાળકીને એક ઘસરકો પણ પડ્યો નથી. બાળકીને બચાવનાર ટીનેજરનું નામ છે ફીયુઝી ઝમ્બાત. દોહાના પેરન્ટ્સ ટીનેજરનો આભાર માનતાં ગદ્ગદ થઈ ગયા હતા. નજીકના અપાર્ટમેન્ટમાં લાગેલા કૅમેરામાંથી આ ફુટેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકોએ પણ ઝબ્બાતને સુપરહીરો કહીને વખાણોનાં ફૂલથી વધાવી લીધો હતો.

turkey offbeat news hatke news