અલાસ્કા ઍરલાઇને કદરૂપા સ્વેટર પહેરી આવનારાઓને સારી જગ્યા આપવાની ઑફર

13 December, 2019 09:32 AM IST  |  Canada

અલાસ્કા ઍરલાઇને કદરૂપા સ્વેટર પહેરી આવનારાઓને સારી જગ્યા આપવાની ઑફર

પ્રતીકાત્મક તસવીર

કૅનેડાના બ્રિટિશ કૉલમ્બિયાની અલાસ્કા ઍરલાઇને વિશિષ્ટ રીતે ક્રિસમસ ઊજવવાનું નક્કી કર્યું છે. સૌથી કદરૂપા સ્વેટર્સ પહેરનારને વિમાનની બેઠકોમાં પ્રાયોરિટી આપવાનો નિર્ણય ઍરલાઇને લીધો છે. ૨૦ ડિસેમ્બરે નૅશનલ અગ્લી સ્વેટર ડે ઊજવવામાં આવે છે. એ દિવસે હૉલીડે સ્વેટર્સ પહેરીને અલાસ્કા ઍરલાઇન તથા હોરાઇઝન ઍરનાં વિમાનોમાં બેસનારાઓને બોર્ડિંગમાં પ્રાયોરિટી આપવામાં આવશે. તેઓ બોર્ડિંગ વેળા તહેવારની ઉજવણીનું મ્યુઝિક વગાડશે અને સ્પેશ્યાલિટી કૉકટેલ્સ ઑફર કરશે.

આ પણ વાંચો : ચાલુ ફ્લાઇટે મહિલાના પૅન્ટમાં ઘૂસી ગયો વીંછી, ડંખ મારતાં ખબર પડી

અલાસ્કા ઍરલાઇનના મૅનેજિંગ ડિરેક્ટર (માર્કેટિંગ) નતાલી બોમેનનું કહેવું છે કે ‘લોકોનો પ્રવાસ યાદગાર બની રહે એ માટે સાવ અલગ પ્રકારની યોજનાઓ લાવવાનું અમને પસંદ છે. અગ્લી સ્વેટર ડે ઊજવીને અમે હૉલીડેને પ્રાયોરિટી બનાવવાનો જુદો માર્ગ અપનાવી રહ્યા છીએ.’

offbeat news hatke news