બોલો, સેલ્ફીએ બે વિખૂટી પડેલી બહેનોનું મિલન કરાવ્યું

01 November, 2019 09:33 AM IST  |  સાઉથ આફ્રિકા

બોલો, સેલ્ફીએ બે વિખૂટી પડેલી બહેનોનું મિલન કરાવ્યું

બે વિખૂટી પડેલી બહેનો

સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૧૭ વર્ષ પહેલાં જન્મ સમયે જ વિખૂટી પડી ગયેલી બહેનોને તેમની સેલ્ફીએ મેળવી આપી હતી. વાત એમ હતી કે ૧૭ વર્ષ પહેલાં જન્મના ત્રીજા દિવસે એક બાળકીને હૉસ્પિટલની નર્સ ચોરીને લઈ જાય છે. સેલેસ્ટ અને મૉર્ન નામનું પેરન્ટ યુગલ એ ખોવાયેલી બાળકીને શોધવા આકાશપાતાળ એક કરે છે પણ તેની કોઈ ભાળ મળતી નથી. વર્ષો વીતી ગયા પછી તેમની મોટી દીકરી મિશે કૉલેજના છેલ્લા વર્ષમાં હોય છે ત્યારે જ કૅસિડી નામની એક છોકરી ઍડમિશન લે છે. આ બન્ને છોકરીઓ દેખાવમાં એટલી સિમિલર લાગતી હોય છે કે આખી કૉલેજ તેમને આઇડેન્ટિકલ ટ્વીન તો નથીને? એવું અવારનવાર પૂછે છે. મિશેને પણ એમાં મજા આવે છે અને તે કૅસિડી સાથે અલગ-અલગ પોઝમાં સેલ્ફી લઈને સોશ્યલ મીડિયા પર મૂકતી રહે છે. એક વાર તેના પેરન્ટ્સ આ તસવીરો જોઈ જાય છે અને તે પત્નીને બતાવે છે. મિશેની માને લાગે છે કે આ જ તેની ખોવાયેલી દીકરી હોવી જોઈએ. કૅસિડીની જન્મતારીખ કન્ફર્મ કરતાં એ જ દિવસ નીકળે છે જે દિવસે મિશેની નાની બહેનનો જન્મ થયેલો.

આ પણ વાંચો : આ વાઘણનો દાંત રમકડું ચાવવા જતા તૂટી ગયેલો, ઑપરેશન કરીને એને સોનાનો દાંત લગાડાયો

મૉર્ન અને સેલેસ્ટ આ છોકરીનો ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર થાય છે અને રિપોર્ટમાં પણ બહાર આવે છે કે આ જ તેમની ખોવાયેલી દીકરી છે. કૅસિડી ૧૭ વર્ષની થઈ ચૂકી હોવાથી તેની પાસે ચૉઇસ મુકાય છે કે તેણે પાલક માતાપિતા સાથે રહેવું છે કે બાયોલૉજિકલ પેરન્ટ્સ સાથે. કૅસિડીએ જૈવિક માબાપ સાથે રહેવાનું નક્કી કરે છે અને છેક ૧૭ વર્ષે પરિવારને ખોવાયેલી દીકરી પાછી મળે છે.

south africa cape town offbeat news hatke news