આ વાઘણનો દાંત રમકડું ચાવવા જતા તૂટી ગયેલો, ઑપરેશન કરીને એને સોનાનો દાંત લગાડાયો

Published: Nov 01, 2019, 09:15 IST | જર્મની

ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં વાઘણની દાંતની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી અને તૂટેલા દાંતની જગ્યાએ સોનાનો દાંત લગાવવામાં આવ્યો હતો.

વાઘણનો દાંત રમકડું ચાવવા જતા તૂટી ગયો
વાઘણનો દાંત રમકડું ચાવવા જતા તૂટી ગયો

બૅન્ગાલ ટાઇગર્સનું સ્મગલિંગ હવે બહુ સામાન્ય થઈ ગયું છે. આવા જ એક કેસમાં ૨૦૧૩માં કારા નામની એક વાઘણને ઇટલીના ચોરોની ટોળકી પાસેથી છોડાવવામાં આવી હતી. આ વાઘણ હાલમાં જર્મનીમાં છે. ઑગસ્ટ મહિનામાં તેના વાડામાં કોઈક બાળકોને રમવાનું રમકડું ફેંકી દીધેલું. કારાબહેન એને કંઈક ખાવાનું સમજીને ચાવી ગયા. જોકે રમકડું એના દાંત કરતાં વધુ મજબૂત નીકળ્યું અને તેનો દાંત તૂટી ગયો. તૂટેલા દાંતને કારણે તેને ખાવામાં તકલીફ પડી રહી હતી એટલે મૅસવાઇલર શહેરના ડેસ્ટિસ્ટોની એક ટીમે તેને સર્જરી કરીને નવો દાંત ઇમ્પ્લાન્ટ કરી આપ્યો છે.

આ પણ વાંચો : કૅન્સરના ઇલાજના પૈસા નહોતા, લૉટરી ખરીદી તો દોઢ કરોડ લાગ્યા

ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં તેના દાંતની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી અને તૂટેલા દાંતની જગ્યાએ સોનાનો દાંત લગાવવામાં આવ્યો હતો. બે વાર ઑપરેશન થયું અને કુલ સાડા ચાર કલાકની જહેમત પછી એનો દાંત બેસી ગયો હતો. સર્જરીના ત્રણેક વીક બાદ હવે કારા એકદમ નૉર્મલ થઈ ગઈ છે. અત્યાર સુધી તેને હાડકાં વિનાનું માંસ અલગ કરીને આપવામાં આવતું હતું, પણ હવે તે નૉર્મલ રીતે ખાઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK