શું તમારો ચહેરો ફ્રેન્ડલી અને માયાળુ છે?તો રોબોનો ચહેરો તમારા જેવો બનશે

23 October, 2019 10:58 AM IST  |  અમેરિકા

શું તમારો ચહેરો ફ્રેન્ડલી અને માયાળુ છે?તો રોબોનો ચહેરો તમારા જેવો બનશે

રોબો

લંડનની એક ટેક્નૉલૉજી કંપની રોબોને માણસ જેવો ચહેરો આપવા માગે છે. આ માટે તે કોઈ રિયલ વ્યક્તિનો ચહેરો હોય એવું શોધી રહી છે. જિયોમિક રોબોને એવા માણસનો ચહેરો આપવો જોઈએ જે જોતાં જ એકદમ ફ્રેન્ડલી, દયાળુ અને મિલનસાર હોય એવું લાગે. મનુષ્ય જેવો જ દેખાય એવો ચહેરો ધરાવતા રોબોનું નામ હશે વર્ચ્યુઅલ ફ્રેન્ડ. હજી તો આ રોબો બનાવવાની કામગીરી શરૂ નથી થઈ, પરંતુ એની બારીકીઓ પર કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : ખેતરમાં પાક ઝડપી ઊગે એ માટે ખેડૂતો રાતે ખેતરને લાઇટિંગથી સજાવે છે

આવતા વર્ષ સુધીમાં કામ શરૂ થશે અને એ પહેલાં રિયલ વ્યક્તિનો ચહેરો વાપરવાનું લાયસન્સ અગ્રીમેન્ટ કરવામાં આવશે જેના માટે જે-તે વ્યક્તિને ૯૨ લાખ રૂપિયા આપવામાં આવશે. આ રોબોની પોતાની અલગ ઓળખાણ હશે.

united states of america offbeat news hatke news