પાંચ વર્ષની છોકરીએ કુકીઝ વેચીને 100 સ્ટુડન્ટ્સની લંચ-ફી ચૂકવી

21 December, 2019 09:45 AM IST  |  America

પાંચ વર્ષની છોકરીએ કુકીઝ વેચીને 100 સ્ટુડન્ટ્સની લંચ-ફી ચૂકવી

પાંચ વર્ષની છોકરીએ કુકીઝ વેચીને 100 સ્ટુડન્ટ્સની લંચ-ફી ચૂકવી

અમેરિકામાં પાંચ વર્ષની કૅથલિન હાર્ડી નામની એક છોકરીએ તેની સ્કૂલમાં સાથે ભણતા સ્ટુડન્ટ્સને મદદ કરવાનું સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેણે એવાં બાળકો માટે પૈસા કમાવાનું નક્કી કર્યું જેઓ પોતાના લંચના પૈસા ભરવા માટે અક્ષમ હતાં. 

સ્કૂલમાં એક દિવસ તેના ધ્યાનમાં આવ્યું કે તેની સાથે ભણતાં અનેક બાળકો પોતાના લંચના પૈસા ભરી શકવાની સ્થિતિમાં નથી. તેમને માટે કાંઈ તો કરવું જોઈએ એવું તેને લાગ્યું. પોતાના પેરન્ટ્સ પાસેથી પૈસા લઈને તેમને મદદ કરવાને બદલે તેણે મમ્મીની મદદ લીધી અને બીજાં બાળકો માટેની ફી કમાવાનો વિચાર કર્યો. કૅથલિનની મમ્મી કરીના હાર્ડીનું કહેવું હતું કે થોડા દિવસ પહેલાં કૅથરરિન મારી પાસે આવીને આ બાળકોને કઈ રીતે મદદ કરી શકાય એવા સવાલ પૂછી રહી હતી. મેં તેને સમજાવ્યું કે દુનિયામાં જેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરી ન શકે એવા ઘણા લોકો હોય છે, તું કેટલાને મદદ કરીશ? જોકે એ પછી તે સ્ટૉલ લગાવીને કુકીઝ અને કોક વેચવાના નક્કર આઇડિયા સાથે આવી. સ્ટૉલ લગાવીને તેણે ૮૦ ડૉલર જમા કર્યા જેમાંથી ૧૦૦ બાળકોની લંચની ફી જમા કરી શકી. જોકે તેની ઇચ્છા ૧૨૩ બાળકોને મદદ કરવાની હતી.

આ પણ વાંચો : કર્મચારીઓ ટૉઇલેટ બ્રેકમાં વધુ સમય ન લે એ માટે ઢળતી કમોડ સીટ બનાવી

સ્કૂલના પ્રિન્સિપાલનું કહેવું હતું કે જરૂરિયાતમંદ બાળકો માટે કાંઈક કરવું જોઈએ એવી વાતો હંમેશાં થતી રહેતી હતી, પણ આ બાળકીએ તો હકીકતમાં એ મદદ કરી બતાવી. કૅથરિનની મમ્મીને પણ દીકરીની આ વાત ગમી છે અને તેણે આ કાર્ય આગળ વધારીને વધુ બાળકોને મદદ કરવાની તૈયારી બતાવી છે.

united states of america offbeat news hatke news