હાઇવે પર સ્ક્રૂ વેરાયાં હોવાથી ડઝનબંધ કાર અને ટ્રકોમાં પડ્યાં પંક્ચર

12 July, 2019 09:09 AM IST  | 

હાઇવે પર સ્ક્રૂ વેરાયાં હોવાથી ડઝનબંધ કાર અને ટ્રકોમાં પડ્યાં પંક્ચર

હાઇવે પર સ્ક્રૂ વેરાયાં હોવાથી ડઝનબંધ કાર અને ટ્રકોમાં પડ્યાં પંક્ચર

અમેરિકાના મિસિસિપીમાં ઇન્ટરસ્ટેટ ૧૦ વેસ્ટ હાઇવે પર મંગળવારે અચાનક પંક્ચર પડીને ગાડીઓ રસ્તાના કિનારે ઊભી રહેવા માંડી હતી. વાત એમ હતી કે લગભભ ૩૦ માઇલના રસ્તા પર ઠેર-ઠેર સ્ક્રૂ વેરાયાં હતાં. એને કારણે એક જ દિવસમાં ૩૬ કાર અને ૩ મોટી ટ્રકનાં એક કરતાં વધુ ટાયરમાં પંક્ચર પડી ગયાં હતાં. જૅકસન કાઉન્ટીના અધિકારીઓનું કહેવું હતું કે આને કારણે હાઇવે પર ટ્રાફિક જૅમની સ્થિતિ ન સર્જાય એ માટે ટેક્નિકલ ટીમે બે જૂથ પાડીને કામ કર્યું હતું.

આ પણ વાંચો : બચપણમાં વાગવાને કારણે આ છોકરીનું માથું હંમેશાં 90 ડિગ્રી ઝૂકેલું જ રહે છે

એક ટીમે ફ્લૅટ ટાયર્સવાળાં વેહિકલ્સને સાઇડમાં લઈ જઈને રિપેર કર્યાં હતાં અને બીજી ટીમે આખા રોડ પરથી મેટલ ડિટેક્ટર દ્વારા સ્કૂ વીણી લેવાનું કામ કર્યું હતું.

offbeat news hatke news