120 વર્ષ જૂની દીવાદાંડી ઊંચકીને 80 મીટર દૂર ખસેડાઈ

26 October, 2019 10:07 AM IST  |  ડેન્માર્ક

120 વર્ષ જૂની દીવાદાંડી ઊંચકીને 80 મીટર દૂર ખસેડાઈ

120 વર્ષ જૂની દીવાદાંડી

વર્ષો પહેલાં બનાવેલું બિલ્ડિંગ અડીખમ હોય પણ એની આસપાસ બીજા ઘણા કુદરતી પરિમાણો બદલાઈ જાય તો બચાવકામગીરીના ભાગરૂપે પણ એ બિ‌લ્ડિંગને કાં તો તોડી પાડવું પડે કાં બીજે ખસેડવું પડે. ડેન્માર્કના નૉર્થ-વેસ્ટર્ન દરિયાઈ તટ પાસે આવેલી ૧૨૦ વર્ષ જૂની દીવાદાંડીનું પણ કંઈક એવું જ થયું હતું. આ દીવાદાંડીને ૧૯૦૦ની સાલમાં સમુદ્રતટથી ૨૦૦ મીટર દૂર સ્થાપિત કરવમાાં આવી હતી, જોકે રેતી ઘટતી ગઈ અને સમુદ્ર વિસ્તરતો ગયો એટલે હવે દીવાદાંડી સુધી સમુદ્રનું પાણી પહોંચવા લાગ્યું હતું. જો એમ થાય તો દીવાદાંડી ગમે ત્યારે તૂટી પડે.

આ પણ વાંચો : લેટલતીફ સ્ટુડન્ટ્સને સજાઃ પ્રતિ મિનિટ 90 રૂપિયા દંડ ભરો અથવા 500 પુશઅપ્સ કરો

ડેન્માર્કની આ દીવાદાંડી ૨૩ મીટર લાંબી છે અને ત્યાં સહેલાણીઓની અવરજવર પણ ખાસ્સી એટલે કે વર્ષે અઢી લાખ જેટલી રહેતી હતી. એ જોતાં સરકારે આ સ્થાપત્યને ખસેડવાનું ભગીરથ અને અત્યંત મોંઘું કામ કર્યું હતું. એ માટે રેલવેના પાટા, અર્થમૂવર અને રોબોટિક ટેક્નિક વાપરી હતી અને ૫.૮ લાખ પાઉન્ડ એટલે કે આશરે ૫.૨૮ કરોડ રૂપિયાના ખર્ચે એને ૮૦ મીટર દૂર ખસેડી હતી.

denmark offbeat news hatke news