લેટલતીફ સ્ટુડન્ટ્સને સજાઃ પ્રતિ મિનિટ 90 રૂપિયા દંડ ભરો અથવા 500 પુશઅપ્સ કરો

Published: Oct 26, 2019, 09:55 IST | ચીન

ચીનના હેનાન પ્રાંતમાં એક સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સમયપાલનતા શીખવવા માટે જબરા આકરા પગલાં લેવામાં આવે છે.

પુશઅપ્સ
પુશઅપ્સ

સ્કૂલમાં મોડા પડો તો પ્રાર્થના વખતે તમને અલગ લાઇનમાં ઊભા રાખવાનું અથવા મુરગા બનીને બેસવાની સજા તો કદાચ ઘણાએ ભોગવી હશે, પરંતુ ચીનના હેનાન પ્રાંતમાં એક સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સમયપાલનતા શીખવવા માટે જબરા આકરા પગલાં લેવામાં આવે છે. આ ટેક્નિકલ સેકન્ડરી સ્કૂલનો એક વિડિયો લીક થયો છે જેમાં વિદ્યાર્થીઓના કહેવા મુજબ તેમની પાસેથી લેટ ફી વસૂલવામાં આવે છે. તેઓ જો એક મિનિટ મોડા પડે તો એક પાઉન્ડ એટલે કે લગભગ ૯૦ રૂપિયા લેવામાં આવે છે. આ વિડિયોમાં ટીચર પણ ખુદ કહેતી હોય એવું સાંભળવા મળે છે કે અમારા નિયમો બહુ કડક છે. જો તમને એમ લાગતું હોય કે તમારે મોડા પડવા બદલ ભારે ‌કિંમત ચૂકવવી પડે છે તો તમારે સમયસર ક્લાસમાં પહોંચવું. જો કોઈ સ્ટુડન્ટ પાસે એટલો દંડ ભરવાના પૈસા ન હોય તો તેમણે ૫૦૦ પુશઅપ્સ લગાવીને સજા ભોગવવી પડે છે.

આ પણ વાંચો : ઘરમાં એટલા બધાં વાંદા હતા, કે આ માણસે ધમાકો જ કરી દીધો

વિદ્યાર્થીઓને પુશઅપ્સ કરાવતી તસવીરો પણ સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે એને જોઈને કેટલાક પેરન્ટ્સનું કહેવું છે કે આ સ્ટુડન્ટ્સ માટે પદાર્થપાઠ છે, પણ કેટલાક લોકોનું કહેવું છે કે બાળકોને પુશઅપ્સ લગાવવા કહેવું એ જરા વધુપડતો અત્યાચાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK