103 વર્ષનાં માજીએ 50 મીટરની દોડનો નવો રેકૉર્ડ બનાવ્યો

04 July, 2019 02:31 PM IST  |  ન્યુ મેક્સિકો

103 વર્ષનાં માજીએ 50 મીટરની દોડનો નવો રેકૉર્ડ બનાવ્યો

103 વર્ષનાં માજીએ 50 મીટરની દોડનો નવો રેકૉર્ડ બનાવ્યો

ન્યુ મેક્સિકોમાં થોડાક દિવસ પહેલાં યોજાયેલી સિનિયર સિટીઝન્સ માટેની એક ગેમમાં ૧૦૩ વર્ષનાં માજીનું રનિંગ પર્ફોર્મન્સ જોઈને દર્શકોએ તેમને હરિકેન એટલે કે વાવાઝોડાના હુલામણા નામે વધાવી લીધાં હતાં. ૧૦૩ વર્ષે જ્યાં સામાન્ય રીતે વ્યક્તિના ચાલવાના ફાંફાં હોય ત્યારે જુલિયા હૉકિંગ્સ નામનાં આ માજીએ ૧૦૦ વર્ષથી મોટી વયના લોકોની દોડમાં ભાગ લેવાનું સાહસ કર્યું હતું. એવું નહોતું કે જુલિયા યંગ એજથી જ રનિંગમાં માહેર હતા.

આ પણ વાંચો : ટિક ટૉક વિડિયો પરથી ત્રણ વર્ષ પહેલાં ગૂમ થયેલો પતિ મળી આવ્યો

જનરલ હેલ્થ માટે એક્સરસાઇઝ અને ચાલવાની આદત ધરાવતાં જુલિયાએ ૧૦૧ વર્ષની વયે જ રનિંગની તાલીમ લેવાની શરૂ કરી હતી. એ વખતે તેમણે ૪૦ સેકન્ડ્સમાં ૧૦૦ મીટરનું અંતર કાપ્યું હતું. તાજેતરમાં તેમણે ૫૦ મીટરની દોડ કરી હતી. એ માટે તેમને ૪૬ સેકન્ડ્સનો સમય લાગ્યો હતો. અન્ય દાદીઓની સરખામણીએ તેમણે રનિંગની બાજી મારી લીધી હતી. જિંદગીની સેન્ચુરી માર્યા પછી દોડવાની હામ ધરાવવી એ જ બહુ કાબિલેદાદ વાત છે.

mexico offbeat news hatke news