Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટિક ટૉક વિડિયો પરથી ત્રણ વર્ષ પહેલાં ગૂમ થયેલો પતિ મળી આવ્યો

ટિક ટૉક વિડિયો પરથી ત્રણ વર્ષ પહેલાં ગૂમ થયેલો પતિ મળી આવ્યો

04 July, 2019 09:28 AM IST | તામિલનાડુ

ટિક ટૉક વિડિયો પરથી ત્રણ વર્ષ પહેલાં ગૂમ થયેલો પતિ મળી આવ્યો

ટિક ટૉક

ટિક ટૉક


તામિલનાડુના વિલ્લપુરમમાં એક મહિલાએ તેના પતિ સુરેશના ગૂમ થવાની ફ‌રિયાદ ત્રણ વર્ષ પહેલાં નોંધાવી હતી. ૨૦૧૬માં સુરેશ તેની પત્ની જયા પ્રદા અને બે બાળકોને છોડીને ઘરેથી જતો રહ્યો હતો. કેટલેય ઠેકાણે શોધવા છતાં તેનો કોઈ અતોપતો લાગ્યો નહોતો. જોકે તાજેતરમાં ટિ‌ક ટૉક પર બનેલા એક વિડિયોમાં સુરેશ જોવા મળ્યો હતો. 

આમ તો આ ઍપ અનેક લોકોના જીવ જોખમમાં મૂકવા માટે કુખ્યાત છે અને એની ઘણી ટીકા પણ થાય છે, પરંતુ આ પહેલો કિસ્સો હશે જેમાં પોલીસને કેસ સૉલ્વ કરવામાં ટિક ટૉકથી મદદ થઈ છે. થોડાક દિવસ પહેલાં જયા પ્રદાના કેટલાક સંબંધીઓના હાથમાં ટિક ટૉકનો એક વિડિયો આવ્યો જેમાં દેખાતો માણસ એકદમ સુરેશ જેવો જ લાગતો હતો.



જયાએ પહેલી જ નજરે જોઈને કહી દીધું કે આ તેનો જ પતિ છે. તરત જ તેમણે આ વિડિયો લઈને વિલ્લપુરમ પોલીસને જાણ કરી. પોલીસે પણ આ વિડિયો ક્યાંથી બન્યો અને કોણે બનાવ્યો એનું પગેરું શોધી લીધું.


આ પણ વાંચો : 115 દેશોમાંથી કુલ 1444 ન્યુઝ પેપર્સનું કલેક્શન કર્યું છે આ ભાઈએ

સુરેશ નારાજ થઈને ઘર છોડીને જતો રહ્યો હતો અને હોસુરમાં એક ટ્રૅક્ટર કંપનીમાં મેકૅનિકનું કામ કરતો હતો અને કોઈ ટ્રાન્સજેન્ડર મહિલા સાથે તેને સંબંધો હતા. ટિક ટૉકના વિડિયોમાં એ મહિલા પણ હતી અને ટ્રાન્સજેન્ડર સંગઠનની મદદ લઈને જ સુરેશ મળી શક્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2019 09:28 AM IST | તામિલનાડુ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK