ઑસ્ટ્રેલિયામાં 10,000 ઊંટને મારી નાખવામાં આવશે કેમ કે એ પાણી બહુ પીએ છે

08 January, 2020 09:57 AM IST  |  Australia

ઑસ્ટ્રેલિયામાં 10,000 ઊંટને મારી નાખવામાં આવશે કેમ કે એ પાણી બહુ પીએ છે

ઊંંટ

ઑસ્ટ્રેલિયામાં લાગેલી આગને કારણે હજારો લોકો અને પ્રાણીઓ અસરગ્રસ્ત થયા છે. રિપોર્ટ પ્રમાણે બુશ ફાયરની સૌથી વધારે ખરાબ અસર કોઆલા પ્રાણી પર પડી છે જેને કારણે એની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. વન્ય જીવોને બચાવવા અને આગ પર કન્ટ્રોલ લાવવા માટે મોટા પાયે રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે. એની સાથે જોડાયેલા કેટલાક વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. હવે ઑસ્ટ્રેલિયામાં અધિકારીઓએ ૧૦,૦૦૦ જેટલાં ઊંટોને મારી નાખવાનો આદેશ આપ્યો છે, કારણ કે તેઓ વધારે પાણી પીએ છે.

આ પણ વાંચો : આ ટ્‍‍વિન બાળકો છે, પણ જન્મ્યાં છે અલગ-અલગ દાયકામાં

આવો આદેશ એટલા માટે અપાયો છે જેથી દેશમાં દુષ્કાળની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. સત્તાધીશોનું કહેવું છે કે ઊંટ વધારે પાણી પીએ છે. આને માટે પ્રોફેશનલ શૂટર હેલિકૉપ્ટર દ્વારા ઊંટોને મોતને ઘાટ ઉતારશે. આ આદેશ દક્ષિણ ઑસ્ટ્રેલિયાના આદિવાસી નેતાઓએ આપ્યો છે.

આસપાસ રહેતા લોકોએ ફરિયાદ કરી છે કે પાણીની શોધમાં જંગલી પ્રાણીઓ તેમના વિસ્તારમાં ઘૂસી જાય છે. બીજી તરફ અધિકારીઓને એ પણ ચિંતા છે કે આ પ્રાણી ગ્લોબલ વૉર્મિંગમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. વાત એમ છે કે આ ઊંટ વર્ષ દરમ્યાન એક ટન કાર્બન ડાયોક્સાઇડ બરાબર મીથેન ગૅસનું ઉત્સર્જન કરે છે. ૧૦,૦૦૦ ઊંટોને પાંચ દિવસની અંદર જ મારી નાખવામાં આવશે.

australia offbeat news hatke news