100 વર્ષના દાદાએ 102 વર્ષની દાદી સાથે કર્યા લગ્ન

08 July, 2019 08:13 AM IST  |  અમેરિકા

100 વર્ષના દાદાએ 102 વર્ષની દાદી સાથે કર્યા લગ્ન

100 વર્ષના દાદાએ 102 વર્ષની દાદી સાથે કર્યા લગ્ન

પ્રેમ કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. પ્રેમ તો ગમે ત્યારે કોઈનીયે સાથે થઈ શકે છે. અમેરિકાના ઓહાયો રાજ્યના સિલ્વેનિયા ટાઉનમાં એક અનોખી લવસ્ટોરી ચર્ચામાં આવી છે. ૧૦૦ વર્ષના જૉન અને ૧૦૨ વર્ષનાં ફિલિસ વૃદ્ધો માટેના એક ઘરમાં રહે છે. બન્ને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ પાંગરી રહ્યો હતો અને ગયા અઠવાડિયે બન્નેએ ઑફિશ્યલી લગ્ન પણ રજિસ્ટર કરાવી લીધાં છે. જૉન બીજા વિશ્વયુદ્ધમાં લડી ચૂક્યા છે. ૧૦ વર્ષ પહેલાં તેમની પત્નીનું અવસાન થયું હતું. ફિલિસના પતિ ૧૫ વર્ષ પહેલાં લાંબી બીમારી પછી મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી તેઓ વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગયા હતા. મૂળ વર્જીનિયાના ફિલિસબહેન આઠમી ઑગસ્ટે ૧૦૩ વર્ષનાં થશે. જૉનનું કહેવું છે કે હું ફિલિસ કરતાં નાનો છું, પણ અમારા વચ્ચે બહુ પ્રેમ છે. ફિલિસના પરિવારમાં બધા જ બહુ લાંબું જીવ્યા છે. તેમનાં મમ્મી ૧૦૬ વર્ષ જીવ્યાં હતાં. તેમનું કહેવું છે કે જિંદગી છે ત્યાં સુધી એને પૂરી રીતે માણી લેવી જોઈએ. હવે બન્ને સાથે એક જ વૃદ્ધાશ્રમમાં રહે છે, પરંતુ હજીયે બન્નેએ રૂમ અલગ જ રાખી છે. જૉનની રૂમ પહેલા માળે છે અને ફિલિસ ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. બન્ને દિવસ દરમ્યાન એકબીજા સાથે ઘણો સમય સાથે વિતાવે છે અને એકબીજાને સ્પેસ પણ આપે છે.

આ પણ વાંચો : ચીનમાં આ ભાઈ જીવતાજાગતા લાફિંગ બુદ્ધા બનીને કમાણી કરે છે

લગ્ન થયા પછી બન્નેના જીવનમાં ખુશીની નવી લહેર આવી ગઈ છે. બન્ને બહુ લાંબું ચાલી શકતાં નથી, પરંતુ મોબિલિટી સ્કૂટર પર સાથે આસપાસમાં લટાર મારવા નીકળી પડે છે. આ ઉંમરે એકમેકનો કેટલો સાથ મળશે એની તો ખબર નથી, પરંતુ જ્યાં સુધી સાથ છે ત્યાં સુધી એને પૂરેપૂરું જીવી લેવું એ બન્નેની ફિલૉસોફી રહી છે.

offbeat news hatke news