ચીનમાં આ ભાઈ જીવતાજાગતા લાફિંગ બુદ્ધા બનીને કમાણી કરે છે

Published: Jul 08, 2019, 08:00 IST | ચીન

ગોળમટોળ ચહેરો અને એટલું જ ગોળમટોળ શરીર ધરાવતા લાફિંગ બુદ્ધાની મૂર્તિઓ ગુડલક તરીકે આપણે ત્યાં ઘણી ફેમસ છે.

લાફિંગ બુદ્ધા
લાફિંગ બુદ્ધા

ગોળમટોળ ચહેરો અને એટલું જ ગોળમટોળ શરીર ધરાવતા લાફિંગ બુદ્ધાની મૂર્તિઓ ગુડલક તરીકે આપણે ત્યાં ઘણી ફેમસ છે. બૌદ્ધિષ્ઠ જ નહીં, નૉન બૌદ્ધિષ્ઠ સમાજના લોકોમાં પણ આ મૂર્તિઓ બહુ જ પ્રચલિત છે. કોઈકના દ્વારા આવી મૂર્તિ ભેટમાં મળે તો એ તમારું નસીબ ચમકાવી શકે છે એવી માન્યતા ચલણમાં છે. જોકે ચીનમાં આવા લાફિંગ બુદ્ધાની પત્થરની મૂર્તિ નહીં, પણ જીવતાજાગતા અને શ્વાસ લેતા બુદ્ધા હયાત છે.

થોડાક સમય પહેલાં સ્ટેજ પર લાફિંગ બુદ્ધાનું પાત્ર ભજવવા માટે જાણીતા ભાઈની તસવીરો ચીનના વર્તમાનપત્રોમાં ચર્ચામાં હતી. જ્યારે તે આ પત્ર ભજવતો ત્યારે તેની પર પૈસાનો જબરજસ્ત વરસાદ થતો. જોકે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર આ  વ્યક્તિની લાફિંગ બુદ્ધાના સ્વાંગમાં તસવીરો અને વિડિયો વાઇરલ થયાં છે જેમાં આ ભાઈ સ્ટ્રીટ અને સ્ટેજ ઉપરાંત કૉર્પોરેટ ઇવેન્ટમાં પણ જાય છે.

આ પણ વાંચો : પ્લેનની નીચે છુપાઈને દિલ્હીથી લંડન જીવતો પહોચ્યો આ વ્યક્તિ

લાફિંગ બુદ્ધાના સ્વાંગમાં આ ભાઈ સામાજિક કાર્યક્રમો અને ધાર્મિક પ્રસંગોમાં ઉપસ્થિત રહીને લોકોને આશીર્વાદ આપે છે અને ધૂમ પૈસા કમાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK