સાંપ કરડ્યો તો નશામાં યુવકે સાંપને બચકુ ભરીને મારી નાખ્યો

29 July, 2019 03:20 PM IST  | 

સાંપ કરડ્યો તો નશામાં યુવકે સાંપને બચકુ ભરીને મારી નાખ્યો

દારુ પીને એક વ્યક્તિ ઘરની બહાર નીકળ્યો તો રસ્તામાં એક ઝેરી સાંપે તેને કરડી લીધો અને નશામાં ધૂત વ્યક્તિએ ગુસ્સામાં આવી છે સાંપને દાંતથી તેના 3 ટુકડા કરી નાખ્યા અને તેને થેલામાં લઈને હોસ્પિટલ પહોંચ્યા હતો. આ આશ્ચર્યચકિત કરે તેવી ઘટના ઉત્તર પ્રદેશના એટા જીલ્લાની છે. એટા જીલ્લાના કોતવાલીના અસરૌલી ગામમાં અનોખી ઘટના સામે આવી છે જેમાં સાંપે વ્યક્તિને કરડ્યો અને વ્યક્તિએ સાપને બચકા ભરીને તેના 3 ટુકડા કરી નાખ્યા.

આ વ્યકિત દારૂ પીને નશાની હાલતમાં ઘરની બહાર જઈ રહ્યો હતો ત્યારે સાંપને તેને કરડી લીધો હતો. આ શખ્સે તરત સારવારની લેવાની જગ્યાએ ગુસ્સામાં આવીને જે સાંપે તેને કરડ્યો તેને બચકા ભરીને તેના 3 ભાગ કરી નાખ્યા. આ અજીબ ઘટના ઘરની પાસે બનતા ઘરના લોકો પણ આ વ્યક્તિ પાસે પહોચી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે, યુવકે સાપને બચકુ ભરતા સાંપનું ઘટના સ્થળે જ મોત થયું હતું. યુવક અને તેના પરિવારજનો સાંપના ટુકડા લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા અને યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Sanjay Dutt:જુઓ ‘બાબા’ના અનસીન ફેમિલી ફોટોઝ

ઝેર શરીરમાં ફેલાઈ જવાના કારણે યુવકની હાલત ગંભીર બની હતી જો કે યુવકના શરીરમાંથી ઝેર કાઢી લેવામાં આવ્યું છે અને તેને સારવાર માટે આગ્રા લઈ જવામાં આવ્યો છે. ગામના લોકો અને યુવકના પરિવારજનોએ મૃત સાંપના વિધિવત અંતિમ સંસ્કાર કર્યા હતા.

offbeat news hatke news