ડ્રોનથી ઘેંટા ચરાવે છે ન્યૂઝીલેન્ડનો આ ગોવાળ

18 March, 2019 08:35 AM IST  |  ન્યૂઝીલેન્ડ

ડ્રોનથી ઘેંટા ચરાવે છે ન્યૂઝીલેન્ડનો આ ગોવાળ

ટેક્નોલોજીનો ઉપયોગ ઘેંટા ચરાવવામાં

ન્યુ ઝીલૅન્ડના ખેડૂતો અને પશુપાલકો હવે હાઇ-ટેક થવા લાગ્યા છે. છેલ્લાં બે વર્ષથી કેટલાક લોકોએ ઓછી માનવશક્તિ ખર્ચીને વધુ કામ મેળવવા માટે આ રસ્તો અપનાવ્યો છે. ડ્રોનમાં લાગેલા કૅમેરાને કારણે ઘેટાં ક્યાં ફરી રહ્યાં છે અને એમને ક્યાં વધુ સારો ચારો અને પાણી મળી શકે એમ છે એ દૂરથી જ જાણી શકાય છે.

વળી ડ્રોનની અંદર કેટલાક અવાજો રેકૉર્ડ કરેલા છે. ખાસ તો ડૉગના અવાજો. કૂતરાનો ભસવાનો અવાજ સાંભળીને ઘેટાં એ અવાજથી દૂર જાય છે. એટલે ઘેટાંને જે દિશામાં લઈ જવાં હોય એ ડ્રોનમાં લગાવેલા લાઉડસ્પીકરની મદદથી થઈ શકે છે.

આ પણ વાંચોઃ જાપાનઃમળ, મૂત્ર, લાળ તપાસીને કસ્ટમાઇઝ્ડ વાનગીઓ પીરસશે ટોક્યોની રેસ્ટોરાં

ડ્રોનમાં લાગેલા કૅમેરાને ઝૂમ કરીને પણ જોઈ શકાય છે એટલે માત્ર ઉપરથી જ નહીં, નજીકથી પણ ઘેટાંઓનું મૉનિટરિંગ સંભવ બને છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાના ખેતર પર બેઠાં-બેઠાં ઘેટાંને ડ્રોન દ્વારા દોરવાનું કામ કરી શકે છે. બાકી ઘેટાં ચરાવવા માટે એક માણસ રાખવો પડે છે અને તેણે દિવસમાં ખાસ્સું ચાલવું પડે છે.

offbeat news hatke news new zealand