આ દેશમાં 10 હજાર લોકોએ સરકાર પાસે માગી ઇચ્છા મૃત્યુ, સામે આવ્યું કારણ..

03 February, 2020 05:31 PM IST  |  Mumbai Desk

આ દેશમાં 10 હજાર લોકોએ સરકાર પાસે માગી ઇચ્છા મૃત્યુ, સામે આવ્યું કારણ..

કોણ નથી ઇચ્છતું કે તે એક સારું અને લાંબુ જીવન પસાર કરે. ગંભીર બીમારીથી પીડિત લોકોને જો છોડી દઇએ તો સામાન્ય રીતે બધાં લોકો ઇચ્છે છે કે તે જીવનને સંપૂર્ણપણે જીવે. પણ વિશ્વમાં એક એવો પણ દેશ છે, જ્યાં લોકો સરકાર પાસેથી ઇચ્છા મૃત્યુ માગી રહ્યા છે. આ દેશનું નામ છે નેધરલેન્ડ.

અહીં તાજેતરમાં જ સંસદમાં દેશના સ્વાસ્થ્ય મંત્રી અને ડચ સાંસદ ક્રિસ્ચિયન ડેમોક્રેટ હ્યૂગો ડિ જોંગે એક રિપોર્ટ દ્વારા જણાવ્યું કે દેશના 10 હજાર લોકોએ સરકાર પાસે ઇચ્છા વ્યક્ત કરી છે કે તે પોતાનું જીવન ટૂંકાવવા માગે છે. આ બધાં લોકોને અનુમતિ આપવામાં આવે. આ બધાં લોકોની ઉંમર 55 વર્ષથી વધારે છે. આ બધાં લોકો પોતાની ગંભીર બીમારીઓથી પીડિત છે. તેથી તે પોતાનું જીવન ટૂંકાવવા માગે છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે આ આંકડો દેશની કુલ જનસંખ્યાનો 0.18 ટકા ભાગ છે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

હકીકતે, આ બધાં લોકો ગંભીર બીમારીથી પીડિત છે અને પોતાનું જીવન પોતે જ ટૂંકાવવા માગે છે. સ્વાસ્થ્ય મંત્રી ડિ જૉંગે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આ એક ગંભીર મુદ્દો છે. સરકારે વિચારવું જોઇએ કે જે લોકો ઇચ્છામૃત્યુની માગ કરી રહ્યા છે તે પોતાના જીવનથી કંટાળ્યા કેમ છે. આ લોકોને ફરીથી જીવનનો યોગ્ય અર્થ શોધવા અને તેમને પ્રેરિત કરવાની મદદ કરવી જોઇએ. આના પર સરકારને કોઇ નિર્ણય લેવો જોઇએ. સાથે જ એવા લોકોની મદદ કરવી જોઇશે, જેમણે જીવવાની આશા છોડી દીધી છે. નેધરલેન્ડની અન્ય પાર્ટીની સાંસદે કહ્યું કે તે 75થી વધારે લોકો માટે ઇચ્છામૃત્યુ માટે એક બિલ રજૂ કરશે, જેથી લોકો પોતાના જીવનનો અંત શાંતિપૂર્ણ અને ગરિમાપૂર્ણ રીતે કરી શકે. એવામાં સમજી શકાય છે કે ત્યાંનાં લોકો જીવનથી એ હદ સુધી હારી ગયા છે. તેથી જરૂરી છે કે હિંમત રાખવામાં આવે.

international news offbeat news