અમેરિકાઃ દોસ્તે કરેલો ટેલિગ્રામ 50 વર્ષ પછી પોસ્ટથી મળ્યો

11 March, 2019 08:37 AM IST  |  અમેરિકા

અમેરિકાઃ દોસ્તે કરેલો ટેલિગ્રામ 50 વર્ષ પછી પોસ્ટથી મળ્યો

ભારત જ નહીં વિદેશમાં પણ મોડી પહોંચે છે ટપાલ

અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિશિગનમાંથી રૉબર્ટ ફ્લિકને ૧૯૬૯માં પાસ થવા બદલ તેના બે દોસ્તોએ કૉન્ગ્રેચ્યુલેશનનો ટેલિગ્રામ મોકલ્યો હતો જે તેને છેક હમણાં મળ્યો. વાત એમ હતી કે તેના ઍડ્રેસ પર જે દિવસે ટેલિગ્રામ ડિલિવર થયો એના એક દિવસ પહેલાં જ તે અપાર્ટમેન્ટ છોડીને આગળના અભ્યાસ માટે નીકળી ચૂક્યો હતો. જોકે પચાસ વર્ષ પછી જ્યારે એ અપાર્ટમેન્ટનું સંચાલન કરતી ક્રિસ્ટિના નામની લેડીને આ અનડિલિવર્ડ ટેલિગ્રામ મળ્યો ત્યારે તેને બહુ નવાઈ લાગી. ૨૦૦૬માં વેસ્ટર્ન યુનિયન ટેલિગ્રામ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી અને ક્રિસ્ટિનાએ ટેલિગ્રામ કેવો હોય એ જોયું નહોતું એટલે તેણે એ ખોલ્યો અને ખબર પડી કે આ તો ૫૦ વર્ષ જૂનો છે.

આ પણ વાંચોઃ વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ-પૂલ ૧૪૬ ફૂટનો, જોકે આ રેકૉર્ડ માત્ર છ મહિના માટે જ છે

તેણે ઇન્ટરનેટ પરથી રૉબર્ટ ફ્લિકનું ઍડ્રેસ શોધ્યું અને તેમને આ ટેલિગ્રામ પોસ્ટથી મોકલી આપ્યો હતો. રૉબર્ટને દુખ માત્ર એક જ વાતનું છે કે આ અભિનંદનના તાર બદલ તે દોસ્તોનો આભાર નહીં માની શકે, કેમ કે તાર મોકલનારા બન્ને દોસ્તો ગુજરી ચૂક્યા છે.

offbeat news hatke news