બકરીના મૃત્યુથી કોલસા કંપનીને થયું અઢી કરોડનું નુકસાન

02 October, 2019 05:08 PM IST  |  મુંબઈ ડેસ્ક

બકરીના મૃત્યુથી કોલસા કંપનીને થયું અઢી કરોડનું નુકસાન

બકરી

ઓરિસ્સામાં રોડ દુર્ઘટનામાં મરેલી એક બકરીને કારણે મહાનદી કોલફીલ્ડ્સ લિમિટેડ (MCL)ને 2.68 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે હકીકતે, અહીં એક બકરીના મૃત્યુ પછી એ રીતે આંદોલન થયું તે કંપનીનું કામ અટકાવાઇ ગયું અને તેને આ પરિણામ ભોગવવું પડ્યું. એમસીએલએ એક નિવેદનમાં આ માહિતી આપતા જણાવ્યું કે એક કોલસા પરિવહન ટિપર (ડંપર)ની સામે આવી જવાથી બકરીનું મૃત્યુ થઈ ગયું હતું જેના પછી સ્થાનિક લોકોએ 60 હજાર રૂપિયાની વળતરની માગણી કરી. દરમિયાન પાડોશી ગામના કેટલાક લોકોની ભીડે તાલચેર કોલસા ક્ષેત્રમાં સોમવારની સવારે 11 વાગ્યાથી કોલસા પરિવહનના કામને અટકાવી દીધું.

મામલો ગરમાતો જોઈ જ્યારે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓએ દખલ દીધી તો બપોરે અઢી વાગ્યાની આસપાસ કામ ફરી શરૂ થઇ શક્યું. જો કે, સવારે 11 વાગ્યાથી લઇને અઢી વાગ્યા સુધીમાં એમસીએલને લગભગ 2.68 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું. એટલું જ નહીં આ કામ અટકવાને કારણે સરકારી ખજાનાને પણ 46 લાખ સુધીનું નુકસાન થયું છે.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

તો બીજી તરફ કંપનીએ ગેરકાયદેસર રીતે કામમાં બાધા નાખવા માટે જવાબદાર લોકો વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર નોંધાવી છે અને જરૂરી કાર્યવાહી કરવાની માગણી કરી છે.

offbeat news orissa national news