આ કાર છે કે બાઇક? એમાં હેલ્મેટ પહેરવાનું કે ‌સીટબેલ્ટ?

02 November, 2019 11:14 AM IST  |  મુંબઈ ડેસ્ક

આ કાર છે કે બાઇક? એમાં હેલ્મેટ પહેરવાનું કે ‌સીટબેલ્ટ?

પંજાબના લુધિયાણાના રોડ પર એક અજીબ વાહન ફરતું જોવા મળી રહ્યું છે. આ વાહનને કાર કહેવી કે બાઇક એ મૂંઝવણનો વિષય છે. એનું કારણ એ છે કે તેના માલિકે બાઇકને મૉડિફાય કરીને કાર જેવો લુક આપ્યો છે. આગળથી જુઓ તો જાણે ગાડી લાગે છે. આગળ કારનું બોનેટ જેવું મૂકવામાં આવ્યું છે અને બાઇકની બાજુમાં બીજી એક સીટ પણ બનાવેલી છે. એને કારણે આગળથી એ જીપ જેવી લાગે છે. જોકે પાછળથી બાઇકનું બૉડી ખુલ્લું છે એટલે એ બાઇક છે એવી ખબર પડી જાય છે. રસ્તે જતા એક ભાઈએ આ અજીબોગરીબ વાહનનું રેકૉર્ડિંગ કરવાની સાથે એના ચાલકને ઊભા રાખીને પૂછ્યું તો તેણે કહ્યું કે આ વાહન તેણે જ મૉડિફાય કરેલું છે. જોકે બાઇકની પાછળનો ભાગ હજી બનાવવાનો બાકી છે એટલે એ આગળથી જીપ અને પાછળથી બાઇક લાગે છે. રોડ પર આ વાહન જતું હોય તો એમાં સેફ્ટી માટે હેલ્મેટ પરવાનું કે સીટબેલ્ટ? એવો સવાલ સોશ્યલ મીડિયા યુઝર્સે કર્યો છે.

punjab offbeat news