ચીનમાં એક હોર્ડિંગ પર ૯૦ મિનિટ સુધી પૉર્ન-ક્લિપ ચાલતી રહી

11 January, 2019 09:22 AM IST  |  ચીન

ચીનમાં એક હોર્ડિંગ પર ૯૦ મિનિટ સુધી પૉર્ન-ક્લિપ ચાલતી રહી

જાહેરમાં ચાલતી રહી પોર્ન ક્લિપ

કામના સ્થળે કોઈ કર્મચારી કમ્પ્યુટર પર આડીઅવળી ચીજો જોવામાં પડી જાય તો કેવો તાયફો થઈ શકે છે એનો તાજો દાખલો ચીનમાં બન્યો. ચીનની શાંઘાઈસ્ટ ન્યુઝ-ચૅનલના રિપોર્ટ મુજબ જિઆન્ગ્સુ શહેરમાં એક મોટી ઍડ્વર્ટાઇઝમેન્ટ સ્ક્રીન પર અચાનક જ પૉર્ન-ક્લિપ પ્રસારિત થવા લાગી હતી. આવું એકાદ-બે મિનિટ માટે નહીં, પૂરી ૯૦ મિનિટ સુધી ચાલ્યું. વાત એમ હતી કે પ્રસારણ માટે જવાબદાર કર્મચારી ઑફિસમાં બેઠો-બેઠો એ સ્ક્રીનિંગ સાથે સંકળાયેલી સિસ્ટમમાં જ પૉર્ન-ક્લિપ ચાલુ કરીને બેસી ગયેલો. કેટલાય રાહદારીઓએ આ ઘટનાની તસવીરો અને વિડિયો લીધાં. લોકો એ ક્લિપિંગ્સ સોશ્યલ મીડિયા પર પણ શૅર કરવા લાગ્યા. ચાઇનીઝ નેટવર્કિંગ સાઇટ વેઇબો પર તસવીરો વાઇરલ થતાં કર્મચારીના એક દોસ્તે તેને ફોન કરીને આ બાબતે માહિતી આપી. જોકે ત્યાં સુધીમાં લગભગ દોઢ કલાક સુધી પૉર્ન-ક્લિપનું સતત પ્રસારણ થતું રહ્યું હતું. હવે આ ઘટના કેવી રીતે ઘટી એની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ આ માણસ ૩ કલાક સુધી અજાણ્યા ઘરની ડોરબેલ ચાટતો રહ્યો

ગયા વર્ષે આવી જ ઘટના દિલ્હીમાં બની હતી. એમાં મેટ્રો સ્ટેશન પરની એક મોટી સ્ક્રીન પર અચાનક થોડીક મિનિટો માટે પૉર્ન-ક્લિપ્સ પ્રસારિત થવા લાગી હતી.

offbeat news