Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ માણસ ૩ કલાક સુધી અજાણ્યા ઘરની ડોરબેલ ચાટતો રહ્યો

આ માણસ ૩ કલાક સુધી અજાણ્યા ઘરની ડોરબેલ ચાટતો રહ્યો

10 January, 2019 10:03 AM IST | અમેરિકા

આ માણસ ૩ કલાક સુધી અજાણ્યા ઘરની ડોરબેલ ચાટતો રહ્યો

ભઈ ડૉરબેલ વગાડવાની હોય

ભઈ ડૉરબેલ વગાડવાની હોય


અમેરિકાના કૅલિફૉર્નિયાના સૅલિનસ ટાઉનમાં પોલીસને એક પરિવારની અજીબ ફરિયાદ મળી. વાત એમ હતી કે સેલ્વિયા ડેન્ગન તેમનાં પત્ની સાથે બહાર ગયા હતા. તેમનાં કિશોરવયનાં સંતાનો ઘરમાં સૂતાં હતાં. એ વખતે અંધારાનો લાભ લઈને કોઈક અજાણ્યો માણસ તેમના ઘરના મુખ્ય દરવાજા પાસે આવ્યો. આવીને તેણે ડોરબેલને ચાટવાનું શરૂ કર્યું. ડોરબેલ પાસે લાગેલા સિક્યૉરિટી કૅમેરામાં આ ભાઈનો ચહેરો ખૂબ જ સ્પષ્ટપણે જોઈ શકાય એમ છે. નવાઈની વાત એ હતી કે આ ભાઈની આ કામગીરી બાબતે ઘરમાં સૂતેલાં સંતાનોને ખબર પણ નહોતી પડી. એ તો જ્યારે પેરન્ટ્સ ઘરે આવ્યા અને સિક્યૉરિટી કૅમેરાનું ફુટેજ ચેક કર્યું ત્યારે તેમને આ વિચિત્ર ઘટના જોવા મળી. ફુટેજમાં બેલ ચાટનાર વ્યક્તિનો ચહેરો પણ એકદમ સ્પષ્ટ જોઈ શકાય એમ હતો. દંપતીએ ક્યાંય સુધી ફુટેજ તપાસ્યું તો લગભગ ત્રણ કલાક સુધી તે ડોરબેલ પાસે ઊભો-ઊભો એ ચાટ્યા કરતો જોવા મળ્યો. સેલ્વિયાએ પોલીસમાં આ ફુટેજ આપીને ફરિયાદ નોંધીને સ્પષ્ટ કહ્યું હતું કે આ માણસે તેના પરિવારના કોઈ પણ સદસ્યને કે બંગલાની અંદર-બહારની કોઈ પણ ચીજને જરા પણ નુકસાન નહોતું પહોંચાડ્યું, પરંતુ તેનું વર્તન વિચિત્ર હોવાથી આ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ 7 વર્ષ પહેલાં ટીનેજરે આઇફોન લેવા કિડની વેચી નાખેલી, હવે છે પથારીવશ



ફુટેજમાં યુવકનો ચહેરો એટલો સ્પષ્ટ દેખાતો હતો કે પોલીસને તેની ઓળખ શોધતાં વાર ન લાગી. આ ભાઈનું નામ છે રૉબટોર્ ડેનિયલ અરૉયો અને તેમની ઉંમર છે ૩૩ વર્ષ. આ જ વિસ્તારમાં તે રહે છે અને માનસિક રીતે અસ્વસ્થ હોય એવી સંભાવના પોલીસને લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 10:03 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK