ઘોડાના વાળ કાપનાર બહેન ઘોડાને બનાવી દે છે હરતું-ફરતું આર્ટવર્ક

13 January, 2019 08:46 AM IST  | 

ઘોડાના વાળ કાપનાર બહેન ઘોડાને બનાવી દે છે હરતું-ફરતું આર્ટવર્ક

ઇંગ્લૅન્ડના લૅન્સેશરમાં રહેતી મેલડી હેમ્સ નામની ૩૦ વર્ષની મહિલાનું હુલામણું નામ છે હૉર્સ બાર્બર. છેલ્લા બે દાયકાથી તેણે આ ક્ષેત્રે અનોખો પ્રયોગ કરીને પોતાની કંપની બનાવી છે જે ઘોડાઓને બીજી તાલીમ આપવા ઉપરાંત એમના શરીરની રુવાંટીને એવી રીતે ટ્રિમ કરે છે જાણે એમના બૉડી પર આર્ટવર્ક દોરાયું હોય.

બોલો ઘોડા પર કરે છે પેઈન્ટિંગ

મેલડી હેમ્સને આવું કરવાનો વિચાર તે નવ વર્ષની હતી ત્યારે આવેલો. તેના ઘરે પાળેલા ઘોડાને કુશિંગ્સ ડિસીઝ હતો. આ એવી કન્ડિશન છે જેમાં ઘોડાના શરીરે વુલ જેવી જાડી રૂંવાટી બન્યા જ કરે છે. ગરમીની સીઝનમાં એને કારણે ઘોડાને બહુ જ તકલીફ પડે છે. નાની વયથી જ તેણે એ ઘોડાની રુંવાટી ટ્રિમ કરવાનું શરૂ કરેલું.

આ બહેન કાપે છે ઘોડાના વાળ

આ કામ કરતાં-કરતાં તેને એમાં આર્ટિસ્ટિક ટચ ઉમેરવાનું મન થયું. બસ, ઘરમાં પાળેલા કુશિંગ્સ ડિસીઝવાળા ઘોડા પર તે અવારનવાર વિવિધ ડિઝાઇનો તૈયાર કરતી હતી અને એ જોઈને બીજા લોકો પણ પોતાના ઘોડા પર આવી ડિઝાઇનો બનાવવા આવવા લાગ્યા. હવે તો બહેને બાઅદબ આવી હોર્સ ક્લિપિંગ આર્ટ માટે કંપની ખોલી છે.

આ પણ વાંચોઃ લૅન્ડલાઇનના હૅન્ડસેટમાંથી નીકળ્યા ડઝનબંધ વાંદા

એક ઘોડાની રુવાંટી ટ્રિમ કરતાં તેને ચારથી પાંચ કલાક જેટલો સમય લાગે છે, પણ એ પછી જ્યારે ઘોડો મેદાનમાં દોડ લગાવે છે ત્યારે જાણે આર્ટવર્ક હરતું-ફરતું અને કૂદકા ભરતું હોય એવું ભાસે છે.

offbeat news