ડાન્સ કરતાં-કરતાં ભણાવતા ઓરિસ્સાના ટીચર થયા ફેમસ

27 August, 2019 09:31 AM IST  |  ઓરિસ્સા

ડાન્સ કરતાં-કરતાં ભણાવતા ઓરિસ્સાના ટીચર થયા ફેમસ

ડાન્સિંગ સર

ઓરિસ્સાના કોરાપુટ જિલ્લાની પ્રાઇમરી સ્કૂલમાં ૫૬ વર્ષના પ્રફુલ કુમાર પાઠી બાળકોને અનોખી અદાથી ભણાવે છે. ૨૦૦૮થી તેમની ભણાવવાની સ્ટાઇલ આવી અનોખી છે. તેઓ જમીન પર બેસીને અલગ-અલગ સ્ટેપ કરીને ગાતાં-ગાતાં બાળકોને ભણાવે છે અને બાળકો પણ તેમની નકલ કરે છે. પ્રફુલકુમારનું કહેવું છે કે, ‘જ્યારે મેં બાળકોને ગાતા-નાચતા ભણાવવાનું શરૂ કર્યું ત્યારે જોવા મળ્યું કે બાળકોનું અટેન્શન સૌથી વધુ હોય છે. તેમને પણ સ્કૂલે આવવાનું ગમે છે અને ભણવામાં મન લાગે છે.’

આ પણ વાંચો : 1 અબજ સબસ્ક્રાઇબર ધરાવતો સૌથી પૉપ્યુલર યુટ્યુબર

મહત્વની વાત એ છે કે બાળકોને ભણાવતાં પહેલાં તેઓ પોતે ઘરે રિસર્ચ કરીને ટૉપિક તૈયાર કરે છે. એ માટેના ગીતો અને જોડકણાં બનાવે છે. તેમનું કહેવું છે કે ‘ક્લાસમાં બાળકો ફિઝિકલી ઍક્ટિવ રહે એનું હું ધ્યાન રાખું છું કેમ કે બપોરના સમયે જમ્યા પછી બાળકો ઊંઘી જતા હોય છે. ડાન્સ કરવાથી તેઓ ક્લાસમાં ઊંઘી શકતા નથી અને તેમની એકાગ્રતા પણ સરસ હોય છે.’

odisha offbeat news hatke news