ઍમોનિયા વાયુનું પ્રદૂષણ ઘટાડવા હવે ગાયને ટૉઇલેટ વાપરતાં શીખવાય છે

04 April, 2019 08:29 AM IST  |  નેધરલેન્ડ

ઍમોનિયા વાયુનું પ્રદૂષણ ઘટાડવા હવે ગાયને ટૉઇલેટ વાપરતાં શીખવાય છે

ગાય માટેના ખાસ ટોઈલેટની શોધ

ગાયોનું મૂત્ર બહુ જ અમૂલ્ય મનાય છે, પરંતુ મૂત્રવિસર્જનની ક્રિયા દરમ્યાન ગાયો ખૂબ મોટી માત્રામાં ગંદો અને વાતાવરણને પ્રદૂષિત કરે એવા વાયુઓ છોડે છે. આ સમસ્યાના ઉકેલ માટે નેધરલૅન્ડ્સના હેન્ક હૅન્સ્કૅમ્પ નામના બિઝનેસમૅન અને સંશોધકભાઈએ ગાયો માટે ખાસ ટૉઇલેટ બનાવ્યાં છે. ગાયની ગણના બહુ સ્માર્ટ પ્રાણીઓમાં નથી થતી, પરંતુ હેન્કનું માનવું છે કે ગાયોને પણ ટૉઇલેટમાં જ મળમૂત્ર વિસર્જન કરવાનું શીખવી શકાય એમ છે. ડચ ઍિગ્રકલ્ચરલ મશીનરી મૅન્યુફૅક્ચરિંગનો વ્યવસાય ધરાવતા હેન્ક હૅન્સ્કૅમ્પ છેલ્લાં બે-ત્રણ વર્ષથી કાઉ ટૉઇલેટ બનાવવા મથામણ કરી રહ્યા હતા. તાજેતરમાં તેમણે જે મૉડલ તૈયાર કર્યું છે એનાથી વાતાવરણમાં વધી રહેલા ઍમોનિયાના પ્રદૂષણની સમસ્યાને નાથી શકાશે એવું સંશોધકોને લાગી રહ્યું છે. આ ટૉઇલેટમાં એક ગાયનું રોજનું ૧૫થી ૨૦ લિટર જેટલું મૂત્ર સંઘરાય છે. ગાય માટે બનાવેલું ટૉઇલેટ બકેટ જેવું છે.

આ પણ વાંચોઃ ગ્રીન ઑટો : રિક્ષા પર ગાર્ડન ઉગાડ્યું છે આ રિક્ષાચાલકે

ગાય જેવી એ ચોક્કસ જગ્યાએ જઈને ઊભી રહે એટલે આ બકેટનો એક ભાગ ગાયના આંચળની પાસે સુંવાળો સ્પર્શ કરે છે જેનાથી એને યુરિન પાસ કરવાની અર્જ જાગે છે અને એ મૂત્રવિસર્જન કરી લે છે અને જેવી ગાય બહાર નીકળે એટલે એ બકેટમાંથી મૂત્ર બીજે ઠલવાઈ જાય છે. નેધરલૅન્ડ્સના ડોટિન્ચેમ ટાઉનમાં ૫૮ ગાયો પર આ ટૉઇલેટનું પરીક્ષણ ચાલી રહ્યું છે. એમાંથી સાત ગાયો નિયમિતપણે એ જ ટૉઇલેટ યુઝ કરવાનું શીખી ગઈ છે.

offbeat news hatke news netherlands