ગ્રીન ઑટો : રિક્ષા પર ગાર્ડન ઉગાડ્યું છે આ રિક્ષાચાલકે

કોલકાતા | Apr 04, 2019, 08:25 IST

‘સિટી ઑફ જૉય’ના હુલામણા નામે જાણીતા કલકત્તા શહેરમાં એક રિક્ષાની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એ રિક્ષાની ઉપર મિનીએચર ગાર્ડન બનાવેલું છે

ગ્રીન ઑટો : રિક્ષા પર ગાર્ડન ઉગાડ્યું છે આ રિક્ષાચાલકે
લીલીછમ્મ રિક્ષા

‘સિટી ઑફ જૉય’ના હુલામણા નામે જાણીતા કલકત્તા શહેરમાં એક રિક્ષાની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એ રિક્ષાની ઉપર મિનીએચર ગાર્ડન બનાવેલું છે. આખીય છત પર લીલુંછમ ઘાસ ઉગાડેલું છે અને સાથે નાના રંગબેરંગી ફૂલોના છોડ પણ લગાવેલા છે. બિજય પાલ નામના ભાઈની આ રિક્ષા છે. બિજયની રિક્ષા પર ગ્રીન ઑટો લખેલું છે અને સાથે ‘વૃક્ષો બચાવો તો જીવન બચશે’ એવું સ્લોગન પણ છે. છત પર મિની ગાર્ડન ઊગેલું હોવાથી રિક્ષાચાલક અને એમાં સવારી કરનારા પેસેન્જરોને ઠંડકનું બોનસ મળે છે. અત્યારે કાળઝાળ ગરમીમાં પણ રિક્ષાનું અંદરનું વાતાવરણ ઠંડું હોય છે. જ્યારથી સોશ્યલ મીડિયા પર આ રિક્ષાની તસવીરો વાઇરલ થઈ છે ત્યારથી આ ભાઈએ સેંકડો કમેન્ટ્સ અને હજારો લાઇક્સ બટોરી લીધી છે.

આ પણ વાંચોઃ આ પોપટને પૂછો કે કૈસે હો? તો જવાબ આપે છે અચ્છા હૂં

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK