ગેમ રમતાં પ્રેમમાં પડેલા યુગલે ૩૭,૦૦૦ ફુટ ઊંચે ફ્લાઇટમાં લગ્ન કર્યાં

24 November, 2019 01:03 PM IST  |  Mumbai Desk

ગેમ રમતાં પ્રેમમાં પડેલા યુગલે ૩૭,૦૦૦ ફુટ ઊંચે ફ્લાઇટમાં લગ્ન કર્યાં

ઑસ્ટ્રેલિયામાં રહેતાં બે એવિયેએશનપ્રેમીઓને તેમના શોખને કારણે જ જીવનસાથી મળ્યાં અને તેમણે હવામાં જ લગ્નનાં વચનની આપ-લે પણ કરી. વાત એમ છે કે બન્નેને એવિયેશન સ્ટાઇલની ગેમ રમવાનો જબરો શોખ છે. આવી વિડિયો-ગેમની રમત રમતા-રમતાં તેમનો ઑનલાઇન ભેટો થયેલો. ૮ વર્ષની દોસ્તી બાદ ડેવિડ અને કૅથી વેલિયન્ટે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે લગ્નસ્થળ તરીકે ફ્લાઇટની જ પસંદગી કરી હતી. આસ્ટ્રેલિયાથી ન્યુ ઝીલૅન્ડ જતી ફ્લાઇટમાં હવામાં લગભગ ૩૭,૦૦૦ ફુટની ઊંચાઈએ તેમણે લગ્ન કર્યાં.

ઑસ્ટ્રેલિયાના ડેવિડ અને ન્યુ ઝીલૅન્ડની કૅથીએ સિડનીથી ઑકલૅન્ડ જતી ફ્લાઇટમાં બન્ને શહેરની બરાબર વચ્ચે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ઑસ્ટ્રેલિયાની બજેટ ઍરલાઇન જેટસ્ટારમાં યોજાયેલા આ લગ્ન-સમારંભમાં ફ્લાઇટના રેગ્યુલર પ્રવાસીઓ તેમ જ યુગલના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા, જેનો વિડિયો જેટસ્ટારની યુટ્યુબ ચૅનલ પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

offbeat news australia new zealand