કૅલિફૉર્નિયાનું સ્ટાર્ટઅપ ઍર પ્રોટીન બનાવશે : અવકાશયાત્રીઓને ઉપયોગી

23 November, 2019 11:34 AM IST  |  Mumbai Desk

કૅલિફૉર્નિયાનું સ્ટાર્ટઅપ ઍર પ્રોટીન બનાવશે : અવકાશયાત્રીઓને ઉપયોગી

અમેરિકામાં બ્રુકલિન-ન્યુ યૉર્કની સ્ટાર્ટઅપ કંપનીએ કાર્બન નેગેટિવ-ઍરબેઝ્‍ડ વોડકા બનાવ્યા પછી હવે કૅલિફૉર્નિયાની કંપનીએ ઍર પ્રોટીન બનાવ્યું છે. આ બે એરિયા કંપનીની પ્રોડક્ટને ‘મીટલેસ મીટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને અવકાશયાત્રીઓને ઉપયોગી થાય એવી આ પ્રોડક્ટ દ્વારા વ્યક્તિને માંસ જેવું પ્રોટીન હવામાંથી મળે છે. એમાં કાર્બન ડાયોક્સાઇડને પ્રોટીનમાં ફેરવવાની નાસા (નૅશનલ એરૉનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)ના તંત્રે વિકસાવેલી ટેક્નૉલૉજીનો વપરાશ કરવામાં આવે છે. બે એરિયા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) લિઝા ડાયસને જણાવ્યું હતું કે ‘આપણે જમીન અને પાણી પર આધાર ન રાખવો પડે એ રીતે વધારે પ્રમાણમાં આહારનું ઉત્પાદન કરવાની જરૂર છે. ‘એરબેઝ્‍ડ મીટ’ અથવા ‘મીટલેસ મીટ’નું ઉત્પાદન એ દિશામાં મહત્ત્વપૂર્ણ કદમ ગણાય. વિશ્વ ‘પ્લાન્ટ બેઝ્‍ડ મીટ’ એટલે કે વનસ્પતિ દ્વારા પ્રોટીનના વિકલ્પની દિશામાં આગળ વધે છે. કુદરત પર વધુ બોજ નાખ્યા વગર વધતી વસ્તીની માગણીને પહોંચી વળવા આહારની ઊપજ વધારવાનો આ પ્રયત્ન છે.’

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

california offbeat news