આ લાલ દ્રાક્ષનું ઝૂમખું વેચાયું 7,58,૦૦૦ રૂપિયામાં

12 July, 2019 08:58 AM IST  | 

આ લાલ દ્રાક્ષનું ઝૂમખું વેચાયું 7,58,૦૦૦ રૂપિયામાં

આ લાલ દ્રાક્ષનું ઝૂમખું વેચાયું 7,58,૦૦૦ રૂપિયામાં

આ સમાચાર વાંચીને દ્રાક્ષ ખરીદવા જતી વખતે ‘ભૈયા, બીસ કા આધા કિલો દે દો’ એવું બોલતી વખતે તમે એક વાર રોકાઈ જશો, કેમ કે જપાનમાં રેર ગણાતી દ્રાક્ષનું ઝૂમખું સૌથી વધુ કિંમતે વેચવા માટે બોલી લગાવાઈ હતી અને અધધધ કિંમતે વેચાયું હતું.

૨૦૦૮માં પહેલી વાર માર્કેટમાં આવેલી રુબી રોમન ગ્રેપ્સ પ્રકારની આ ખાસ ગ્રેપ્સમાં ખૂબ વધુ શુગર હોય છે અને એ ખૂબ ઓછી ઍસિડિક અને વધુ જૂસી હોય છે. આ બ્રીડની દ્રાક્ષ માર્કેટમાં આવી એને આ વર્ષે બારમું વર્ષ હતું. આ વર્ષે આ પ્રકારની દ્રાક્ષના લગભગ ૨૬,૦૦૦ દાણા જ વેચાવા નીકળશે. આ દ્રાક્ષની ઊંચી ડિમાન્ડ અને એક્સક્લુઝિવિટી ટકી રહે એ માટે એનું ઉત્પાદન જ ઓછું કરવામાં આવે છે.

આ પણ વાંચો : ઍરલાઇન્સને મહિલા પૅસેન્જરનાં કપડાં ઠીક ન લાગતાં કહી દીધું, ખુદને ઢાંકીને આવો

તાજેતરમાં જપાનના કાનાઝાવામાં એના એક ઝૂમખાની બોલી લાગી હતી. ઇશિકાવા પર્ફેક્ચરમાં હૉટ સ્પ્રિન્ગ હોટેલ્સની ચેઇન ધરાવતા તાકાશી હોસોકાવા નામના બિઝનેસમૅને આ દ્રાક્ષ ૧.૨ મિલ્યન યેન એટલે કે લગભગ ૭,૫૮,૦૦૦ રૂપિયામાં ખરીદી હતી. 

offbeat news hatke news