ઍરલાઇન્સને મહિલા પૅસેન્જરનાં કપડાં ઠીક ન લાગતાં કહી દીધું, ખુદને ઢાંકીને આવો

Published: Jul 12, 2019, 08:28 IST

અમેરિકાના હ્યુસ્ટનમાં રહેતી તિશા રોવે નામની મહિલા જે વ્યવસાયે ડૉક્ટર છે તે આઠ વર્ષના દીકરા સાથે અમેરિકન ઍરલાઇન્સ દ્વારા ટ્રાવેલ કરી રહી હતી.

ઍરલાઇન્સને મહિલા પૅસેન્જરનાં કપડાં ઠીક ન લાગતાં કહી દીધું,
ઍરલાઇન્સને મહિલા પૅસેન્જરનાં કપડાં ઠીક ન લાગતાં કહી દીધું,

અમેરિકાના હ્યુસ્ટનમાં રહેતી તિશા રોવે નામની મહિલા જે વ્યવસાયે ડૉક્ટર છે તે આઠ વર્ષના દીકરા સાથે અમેરિકન ઍરલાઇન્સ દ્વારા ટ્રાવેલ કરી રહી હતી. જોકે બોર્ડિંગ પહેલાં તે પસીનાથી લથબથ થઈ ગઈ હતી એટલે વૉશરૂમમાં જઈને હાથ-મોઢું ધોઈને કોરાં કરી આવી હતી. જોકે ફ્લાઇટમાં તે બેઠી ત્યારે અટેન્ડન્ટ તેની પાસે આવી અને તેને બહાર લઈ ગઈ અને પૂછ્યું કે ‘શું તમારી પાસે જૅકેટ છે? જો ન હોય તો તમે આ ફ્લાઇટમાં ટ્રાવેલ નહીં કરી શકો.’

અટેન્ડન્ટનું કહેવું હતું કે આ કપડાં તેમની ઍરલાઇન્સમાં ટ્રાવેલ કરવા માટે યોગ્ય નથી. જો તમે બૉડી ઢંકાય એવાં કપડાં નહીં પહેરો તો તમારે ફ્લાઇટમાંથી ઊતરી જવું પડશે. તિશા રોવેના કહેવા મુજબ આ સાંભળીને તેનો દીકરો બહુ ડરી ગયો અને તેને લાગ્યું કે મમ્મીએ કંઈક ખોટું કર્યું હોવાથી તેને ઉતારવામાં આવે છે. એ ફ્લાઇટ મિસ ન થાય એ માટે તેણે અટેન્ડન્ટ પાસેથી કામળો મગાવીને પોતાને ઢાંકી લીધી.

આ પણ વાંચો : રેકૉર્ડ તોડવાના શોખીને સળગતી તલવાર સાથે રમીને રચ્યો નવો વિક્રમ

મુસાફરી પૂરી કર્યા પછી તિશાબહેને પોતાના ડ્રેસ સાથેનો ફોટો પાડીને સોશ્યલ મીડિયામાં જવાબ માગ્યો કે શું આ કપડાં પહેરીને ટ્રાવેલ ન કરાય? એ પછી મામલો વણસ્યો. અમેરિકન ઍરલાઇન્સના પ્રવક્તાનું કહેવું છે કે આવી રીતે માનસિક યાતના ભોગવવી પડી એ બદલ અમે મહિલાની ટિકિટના પૈસા પાછા આપી દઈશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK