બિકાનેરના આ યુવકે તિરંગા સહિત કુલ 71 શહીદોનાં નામ પીઠ પર છૂંદાવ્યાં

20 February, 2019 08:34 AM IST  |  બિકાનેર

બિકાનેરના આ યુવકે તિરંગા સહિત કુલ 71 શહીદોનાં નામ પીઠ પર છૂંદાવ્યાં

આ યુવકે 71 શહીદોનાં નામ પીઠ પર છૂંદાવ્યાં

થોડા દિવસ પહેલાં પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની ઘટનાથી દેશ હજીયે વ્યથિત છે ત્યારે રાજસ્થાનમાં બિકાનેર જિલ્લાના શ્રીડુંગરગઢ તાલુકાના મોમાસર ગામમાં રહેતા ગોપાલ સાહરણ નામના યુવકે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો તરીકો અપનાવ્યો છે. શહીદ ભગત સિંહ યુથ બ્રિગેડ નામની સંસ્થાનો ગોપાલ સભ્ય છે અને તેને એ વાતનો રોષ છે કે બિકાનેરમાં શહીદોનું એકેય સ્મારક નથી. બીજા કોઈ તેનું સ્મારક બનાવે કે ન બનાવે તેણે પોતે હરતાફરતા શહીદ સ્મારક જેવા બનવાની પહેલ કરી હતી.

આ પણ વાંચો : બૉલીવુડના કલાકારો રૂપિયા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર માટે તૈયાર: અનિરુદ્ધ બહલ

તેણે પુલવામામાં શહીદ જવાનો ઉપરાંત બિકાનેર જિલ્લાના ૨૦ અને રતનગઢના ૯ જવાનો એમ કુલ ૭૧ શહીદોનાં નામ પોતાની પીઠ પર ટૅટૂ તરીકે છૂંદાવ્યાં છે. વચ્ચે ભારતના રાષ્ટ્રધ્વજનું ટૅટૂ પણ છે. ગોપાલનું કહેવું છે કે શહીદ ભગત સિંહ યુથ બ્રિગેડ ગ્રુપની પ્રેરણાથી તેણે શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે આમ કર્યું છે. હાલમાં ગોપાલ બૅચલર ઑફ આર્ટ્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

rajasthan bikaner pulwama district terror attack national news offbeat news hatke news