બૉલીવુડના કલાકારો રૂપિયા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર માટે તૈયાર, કોબ્રા પોસ્ટનો અહેવાલ

Updated: Feb 20, 2019, 13:03 IST

વેબસાઇટ કોબ્રા પોસ્ટના સ્ટિન્ગમાં જૅકી શ્રોફ, કૈલાશ ખેર, સોનુ સૂદ અને વિવેક ઑબેરૉય સહિત ૩૦ કરતાં વધુ સેલિબ્રિટીઓ થયા સહમત

રૂપિયા માટે કંઈ પણ : દિલ્હીમાં પત્રકારપરિષદ દરમ્યાન કોબ્રા પોસ્ટના એડિટર અનિરુદ્ધ બહલ.
રૂપિયા માટે કંઈ પણ : દિલ્હીમાં પત્રકારપરિષદ દરમ્યાન કોબ્રા પોસ્ટના એડિટર અનિરુદ્ધ બહલ.

કોબ્રા પોસ્ટ નામની વેબસાઇટે સ્ટિન્ગ ઑપરેશનમાં જણાવ્યા પ્રમાણે જૅકી શ્રોફ, સોનુ સૂદ, કૈલાશ ખેર અને વિવેક ઑબેરૉય જેવા કલાકારો રૂપિયા મળે તો વિવિધ રાજકીય પક્ષોના એજન્ડાને સોશિયલ મીડિયામાં પ્રચાર માટે તૈયાર થયા છે. કોબ્રા પોસ્ટના ઑપરેશન કરાઓકેમાં રિપોર્ટરોને એક પબ્લિક રિલેશન કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા એક સોદા માટે ઍક્ટર્સ, સિંગર્સ, ડાન્સર અને ટીવી-કલાકારો સાથે તેમના મૅનેજરો દ્વારા સંપર્ક કર્યો હતો જેમાં અંદાજે ૩૬ સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : જૈશે હુમલાની જવાબદારી લીધી, એનાથી મોટી શું સાબિતી જોઈએ પાકને: ભારત

કોબ્રા પોસ્ટના ચીફ એડિટર અનિરુદ્ધ બહલે કહ્યું હતું કે ‘તમામ સેલિબ્રિટી ચૂંટણી પહેલાં ખાસ રાજકીય પક્ષ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા મદદ માટે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં સંદેશાઓ પોસ્ટ કરવા માટે તૈયાર થયા હતા. તેઓ પુલ તૂટી પડ્યો હોય કે બળાત્કાર જેવા મામલે પણ સરકારનો બચાવ કરવા તૈયાર થયા હતા. તેઓ એક ડમી કૉન્ટ્રૅક્ટ પર પણ સાઇન કરવા તૈયાર થયા હતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK